LIVE BLOG

Gujarat News Today Live: ભાવનગરમાં નારી ચોકડી ઓવરબ્રિજ પર બે કાર વચ્ચે અકસ્માત, બેને ગંભીર ઈજા

ગુજરાતમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકાર દ્વારા લેવામાં આવતા મહત્વના નિર્ણયો અને મહત્વના સમાચારોથી અવગત રહેવા માટે રિફ્રેશ કરતા રહો...

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 28 Sep 2026 07:05 AM (IST)Updated: Mon 28 Sep 2026 08:20 AM (IST)
gujarat-latest-and-breaking-news-live-today-28-september-2026-weather-updates-top-headlines-and-taaja-samachar-in-gujarati-lb

Gujarat News Today Live 28 September, 2026 : ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર આવેલી નારી ચોકડીના ઓવરબ્રિજ પર બે કાર સામસામે ધડાકાભેર અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ જોરદાર ટક્કરમાં બંને કારને ભારે નુકસાન થયું હતું અને તેમાં સવાર બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો સાથે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, પરંતુ વરતેજ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી, સ્થાનિકોની મદદથી ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા અને ક્રેનની મદદથી ક્ષતિગ્રસ્ત વાહનોને રોડની સાઇડમાં હટાવી વાહનવ્યવહાર પૂર્વવત કરી અકસ્માતના કારણ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

28 Sep 2026, 08:20 AM

DRI દ્વારા 475 કરોડના સોનાની દાણચોરીનો પર્દાફાશ

ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ 'ઓપરેશન બોર્ડર બુલિયન બસ્ટ' અંતર્ગત બાંગ્લાદેશ સરહદેથી વિદેશી સોનાની દાણચોરી કરતી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. આ ઓપરેશનમાં અમદાવાદના 2 સોનીઓ સહિત કુલ 11 લોકોની કસ્ટમ્સ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં ખૂલ્યું છે કે આ સિન્ડિકેટે છેલ્લા 9 મહિનામાં કુરિયર નેટવર્ક દ્વારા આશરે 475 કરોડ રૂપિયાનું 318 કિલો સોનું ગુવાહાટી અને કોલકાતાથી મુંબઈ, દિલ્હી અને અમદાવાદમાં ઘૂસાડ્યું હતું, જેમાં અમોલ કદમ નામના શખ્સની મુખ્ય ભૂમિકા હતી. DRI દ્વારા 5 શહેરોમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન અંદાજે રૂ. 10.37 કરોડની કિંમતનું 6.91 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે.

28 Sep 2026, 07:10 AM

ભાવનગર: બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, બેને ગંભીર ઈજા

ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર આવેલી નારી ચોકડીના ઓવરબ્રિજ પર બે કાર સામસામે ધડાકાભેર અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ જોરદાર ટક્કરમાં બંને કારને ભારે નુકસાન થયું હતું અને તેમાં સવાર બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો સાથે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, પરંતુ વરતેજ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી, સ્થાનિકોની મદદથી ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા અને ક્રેનની મદદથી ક્ષતિગ્રસ્ત વાહનોને રોડની સાઇડમાં હટાવી વાહનવ્યવહાર પૂર્વવત કરી અકસ્માતના કારણ અંગે વધુ તપાસ હાથ ધરી છે.