ભારતમાં 'સુપર અલ નીનો' તમામ રેકોર્ડ તોડશે; શિયાળાની મજા બગાડશે, ઉનાળામાં ભીષણ ગરમીની ભીતિ

દક્ષિણ-પશ્ચિમ ચોમાસામાં સામાન્ય કરતા 12 ટકા ઓછો વરસાદ પડ્યા બાદ હવે સુપર અલ નીનોનો ખતરો મંડરાઈ રહ્યો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Wed, 14 Oct 2026 02:28 PM (IST)Updated: Wed, 14 Oct 2026 02:28 PM (IST)
india-super-el-nino-forecast-weather-impact-winter-2026-summer-2027-heatwave-water-crisis
AI Generated Image

India Super El Nino Forecast: ડિસેમ્બરમાં અલ નીનો સૌથી વધુ સક્રિય બનવાની શક્યતા છે, જેના કારણે શિયાળો સામાન્ય કરતા ગરમ રહેશે અને વરસાદ તેમજ હિમવર્ષામાં ઘટાડો થશે. જેની રવિ પાકની વાવણી, જમીનની ભેજ અને ઉનાળામાં પીવાના પાણીની ઉપલબ્ધતા પર સીધી વિપરીત અસર પડશે. વિશ્વ હવામાન સંસ્થા (WMO) મુજબ અલ નીનો તેના સર્વોચ્ચ સ્તરને પાર કરી શકે છે.

ચોમાસાની વિદાય, સુપર અલ નીનોનો ખતરો

ભારતમાં ચોમાસાની વિદાય સાથે જ શિયાળાની મોસમ શરૂ થવા જઈ રહી છે. જોકે, આ વખતે દક્ષિણ-પશ્ચિમ ચોમાસામાં સામાન્ય કરતા આશરે 13 ટકા ઓછો વરસાદ નોંધાતા ખેતરો અને પાકને પહેલેથી જ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ નુકસાન બાદ હવે ભારત સામે હવામાન અંગેનો બીજો મોટો પડકાર આવીને ઊભો રહ્યો છે.

હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, વિષુવવૃત્તીય પેસિફિક મહાસાગરમાં ઝડપથી મજબૂત થઈ રહેલું અલ નીનો આવનારા મહિનામાં 'સુપર અલ નીનો' નું સ્વરૂપ ધારણ કરી શકે છે. આ પરિસ્થિતિને કારણે ભારતમાં આ વખતે શિયાળામાં સામાન્ય કરતાં વધુ ગરમી અનુભવાશે અને હિમવર્ષામાં નોંધપાત્ર ઘટાડો થશે.

રવિ પાક, પાણી અને વીજળી પર ગંભીર અસર

ડિસેમ્બર મહિનામાં અલ નીનો પોતાનું સૌથી શક્તિશાળી સ્વરૂપ બતાવી શકે છે. અલ નીનો વધુ મજબૂત થવાને કારણે શિયાળામાં તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેવાની અને વરસાદ તથા હિમવર્ષા ઘટવાની પૂરી આશંકા છે. શિયાળાની ઋતુમાં ઓછી ઠંડી અને ઓછી હિમવર્ષા થવાને કારણે રવિ પાકની વાવણી, જમીનની ભેજ તેમજ ઉનાળામાં પીવાના પાણીની ઉપલબ્ધતા પર સીધી પ્રતિકૂળ અસર પડશે.

આ ચિંતા માત્ર તાપમાન, વરસાદ કે હિમવર્ષા પૂરતી સીમિત નથી. પરંતુ તે ખેતી, પાણીની ઉપલબ્ધતા, વીજળીની માંગ અને લોકોના સ્વાસ્થ્ય સાથે પણ સીધી જોડાયેલી છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે અલ નીનોની આ વિકટ સ્થિતિ 2027 ના પ્રારંભિક ઉનાળામાં પણ રેકોર્ડબ્રેક ગરમી, પીવાના પાણીની ગંભીર અછત અને વીજળીની માંગમાં ભારે ઉછાળાનું મુખ્ય કારણ બની શકે છે.

2015-16નો રેકોર્ડ તૂટશે, વિશ્વ પર વ્યાપક અસર

વિશ્વ હવામાન સંસ્થા (WMO) આગાહી મુજબ, આ વખતે મજબૂત થઈ રહેલું અલ નીનો વર્ષ 2015-16 ના તેના સૌથી ઉચ્ચતમ સ્તરને પણ પાર કરી શકે છે. માત્ર ભારત જ નહીં, પરંતુ ઝડપથી મજબૂત બની રહેલા આ અલ નીનોના કારણે આવનારા મહિનામાં સમગ્ર વિશ્વના તાપમાન અને વરસાદના પેટર્ન પર વ્યાપક અસર પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.