BRICS 2026:શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠકમાં PM મોદીએ કહ્યું-સંબંધોના વિકાસ માટે સરહદ પર શાંતિ જરૂરી

BRICS 2026: BRICS સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું છે કે બન્ને દેશ એક-બીજાની વિશેષતાથી સંપૂર્ણપણે શીખી શકે છે અને એક-બીજાનું સમર્થન કરી શકે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 12 Sep 2026 09:17 PM (IST)Updated: Sat, 12 Sep 2026 09:17 PM (IST)
in-a-bilateral-meeting-with-jinping-pm-modi-said-that-peace-on-the-border-is-essential-for-the-development-of-relations

BRICS 2026: BRICS સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું છે કે બન્ને દેશ એક-બીજાની વિશેષતાથી સંપૂર્ણપણે શીખી શકે છે અને એક-બીજાનું સમર્થન કરી શકે છે. 

શી જિનપિંગે સાત વર્ષમાં તેમની પ્રથમ વખત ભારત યાત્રા માટે આજે નવી દિલ્હી પહોંચ્યાં અને PM મોદી સાથે સરહદને લગતા મુદ્દા, વ્યાપાર તથા રોકાણ અંગે વ્યાપક ચર્ચા વિચારણા કરી છે. 

PM મોદીએ કહ્યું કે તમારું ઉષ્માભર્યું સ્વાગત કરતાં મને ખૂબ જ ખુશી થઈ રહી છે. BRICS સમિટમાં તમારી સકારાત્મક વાતો માટે ખૂબ ખૂબ ધન્યવાદ. ભારતની BRICS અધ્યક્ષતા દરમિયાન ચીન તરફથી મળેલા સમર્થન અને સહયોગ માટે હું આપનો આભાર વ્યક્ત કરું છું. હવે આપણી પાસે દ્વિપક્ષીય સહયોગ અંગે ચર્ચા કરવાની તક છે. હું ફરી વખત ભારતમાં આપનું સ્વાગત કરું છું.

ભારત-ચીન સંબંધો સતત વિકાસના માર્ગે

ચીનના રાષ્ટ્રપતિએ કહ્યું કે તેમને તેમના જન્મ દિવસ નિમિત્તે 15 જૂને ભારત આવવાનું આમંત્રણ મળ્યું હતું અને તેમણે કહ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં યોજાયેલી તેમની 21 મુલાકાતોમાં તેમણે અને PM મોદીએ ભારત-ચીન સંબંધને સતત વિકાસના માર્ગે આગળ વધાર્યાં છે. 

બન્ને દેશના નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોની વ્યાપક સમીક્ષા કરવા તથા પરસ્પરના સંબંધોને પ્રોત્સાહન આપવા નવા ઉપાયો અંગે વિચાર કરવાની આશા છે. વાતચીતના કેન્દ્રમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ(LAC) રહેવાની શક્યતા છે, જે એક વિવાદાસ્પદ અને તણાવપૂર્ણ સીમા છે.