હવામાનના મોટો ફેરફાર: શિયાળાની શરૂઆતમાં જ IMDનું 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ, આજે 9 નવેમ્બરે દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ તેમજ જોરદાર ગાજવીજ થવાની પ્રબળ સંભાવના છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 09 Nov 2026 07:13 AM (IST)Updated: Mon, 09 Nov 2026 07:13 AM (IST)
imd-weather-alert-heavy-rain-15-states-winter
આજનું હવામાન

IMD Weather Alert: દેશભરમાં શિયાળાની ઋતુની સત્તાવાર શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ આ દરમિયાન ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા હવામાનને લઈને એક ચોંકાવનારી ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગે દેશના 15 જેટલા રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર અને તેને અડીને આવેલા કેરળના દરિયાકાંઠા પર સર્જાયેલી વાતાવરણીય પરિભ્રમણ પ્રણાલીને કારણે હવામાનમાં આ મોટો પલટો આવ્યો છે. વિભાગના જણાવ્યા અનુસાર, આ તોફાની માહોલ દરમિયાન પવનની ગતિ પ્રતિ કલાક 75 કિલોમીટર સુધી પહોંચવાની શક્યતા છે.

આ 15 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ, આજે 9 નવેમ્બરે દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ તેમજ જોરદાર ગાજવીજ થવાની પ્રબળ સંભાવના છે. શિયાળાની શરૂઆતમાં પડી રહેલા આ અણધાર્યા વરસાદને કારણે ઠંડીની ભાત બદલાવવાની સાથે ખેતી પર પણ તેની અસર પડી શકે છે.

વિવિધ રાજ્યોમાં આજનું હવામાન અને તાપમાનની સ્થિતિ

દિલ્હીનું હવામાન:

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી આપવામાં આવી છે. અહીં મહત્તમ તાપમાન 30°C અને લઘુત્તમ તાપમાન 16°C આસપાસ રહેવાની શક્યતા છે.

ઉત્તર પ્રદેશનું હવામાન:

યુપીના મેરઠ, મથુરા, કાનપુર, લખીમપુર ખેરી, ગોંડા, મૌ, સીતાપુર, પીલીભીત અને સોનભદ્ર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ છે. આ વિસ્તારોમાં પવનની ઝડપ 75 કિમી/કલાક સુધી પહોંચી શકે છે. જ્યારે લખનૌમાં મહત્તમ તાપમાન 30°C અને લઘુત્તમ તાપમાન 18°C રહેવાની ધારણા છે.

બિહારનું હવામાન:

ગયા, બક્સર, વૈશાલી, દરભંગા, પૂર્ણિયા અને કિશનગંજ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની ચેતવણી છે, જ્યાં પવનની ગતિ 70 થી 75 કિમી/કલાક રહી શકે છે. પટનામાં આજનું મહત્તમ તાપમાન 29°C અને લઘુત્તમ તાપમાન 19°C રહેવાની સંભાવના છે.

પશ્ચિમ બંગાળનું હવામાન:

હાવડા, હુગલી, મુર્શિદાબાદ અને કોલકાતા સહિત દક્ષિણ બંગાળના જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદના રાઉન્ડ જોવા મળી શકે છે. કોલકાતામાં પવનની ગતિ ૫૦ કિમી/કલાક સુધી પહોંચી શકે છે, જ્યાં મહત્તમ તાપમાન 31°C અને લઘુત્તમ તાપમાન 22°C રહેશે.

તમિલનાડુનું હવામાન:

ચેન્નાઈ, તિરુવલ્લુર, કાંચીપુરમ, થંજાવુર અને નાગપટ્ટિનમ સહિતના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે મુશળધાર વરસાદની આગાહી કરાઈ છે. ચેન્નાઈમાં મહત્તમ તાપમાન 31°C અને લઘુત્તમ તાપમાન 26°C રહેશે. નિષ્ણાતોના મતે, આ વરસાદ કૃષિ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, પરંતુ લાંબા સમય સુધી વરસે તો નીચાણવાળા વિસ્તારોમાં મુશ્કેલી સર્જાઈ શકે છે.