ઉત્પાદનોમાં ભેળસેળ સાબિત થાય તો જાહેરમાં ફાંસી આપી દેજો, બાબા રામદેવે પતંજલિ સામે સર્જાયેલા પ્રશ્નો અંગે આપ્યો જવાબ

Patanjali Products:પતંજલિના ઉત્પાદનોમાં ભેળસેળ હોવાના આરોપ વચ્ચે આજે યોગ ગુરુ બાબા રામદેવે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરનસ કરી તમામ વિવાદોને લઈ પોતાની વાત રજૂ કરી હતી.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 23 Sep 2026 09:48 PM (IST)Updated: Wed, 23 Sep 2026 09:48 PM (IST)
if-adulteration-in-the-products-is-proven-hang-me-publicly-said-baba-ramdev

Patanjali Products:પતંજલિના ઉત્પાદનોમાં ભેળસેળ હોવાના આરોપ વચ્ચે આજે યોગ ગુરુ બાબા રામદેવે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરનસ કરી તમામ વિવાદોને લઈ પોતાની વાત રજૂ કરી હતી.

આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પતંજલિના કોઈ પણ ઉત્પાદનમાં ભેળસેળ મળી આવે તો બાબા રામદેવને જાહેરમાં ફાંસી આપી દેજો. વધુમાં કહ્યું કે ભેળસેળ સામાજીક અને ધાર્મિક પાપ છે, તે મૃત્યુદંડ જેવા અપરાધ છે. તેની વિરુદ્ધ સખત કાયદો બને કે જે ચીનમાં છે. 

બાબા રામદેવે તેમની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે પતંજલિના ઉત્પાદન સંપૂર્ણપણે વૈજ્ઞાનિક અને પ્રમાણિક છે. અનેક મલ્ટીનેશનલ કંપનીઓ પર પ્રશ્ન કરવામાં આવતો નથી અને સ્વદેશી બ્રાન્ડ અમૂલ, મધર ડેરી અને પતંજલિ જેવી સ્વદેશી બ્રાન્ડને નિશાન બનાવવામાં આવે છે.

તેમણે કહ્યું કે અમે ગંજેડી-ભંગેડી ધરાવતા સાધુ નથી, પણ પ્રમાણિક સંન્યાસી છીએ, જેમનું વિશ્વના 200 દેશ સુધી સન્માન અને આયુર્વેદની પરંપરા પહોંચાડી છે. અમે ભીખ માંગતા નથી પણ સમાજને પ્રદાન કરતા સંન્યાસી છીએ. લાખો લોકોને રોજગાર અને સ્વાસ્થ સેવાઓ આપે છે.

ભેળસેળ માટે મૃત્યુદંડ જેવો કડક કાયદો હોવો જોઈએ

યોગ ગુરુએ ખોરાક અને પીણામાં ભેળસેળને ધાર્મિક પાપ ગણાવ્યો અને તેના વિરુદ્ધ મૃત્યુદંડ જેવો કડક કાયદો બનાવવાની માંગ કરી. તેમણે કહ્યું કે દેશમાં 1 અબજથી વધુ લોકો પતંજલિ ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. કોઈપણ એજન્સીની તપાસમાં પતંજલિનું કોઈ ઉત્પાદન કે દવા હલકી ગુણવત્તાનું જણાયું નથી, કે કોઈ દવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી.