કેરળના પૂર્વ મુખ્ય સચિવનો વિસ્ફોટક દાવો: "મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે મને BJPની ટિકિટની ઓફર કરી હતી"

કેરળના પૂર્વ મુખ્ય સચિવ જી.જી. થોમસનો ચોંકાવનારો દાવો: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે 2016માં ભાજપની ટિકિટ ઓફર કરી હતી. વિપક્ષો દ્વારા રાજીનામાની માંગ અને રાહુલ ગાંધીના પ્રહાર.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 27 Sep 2026 09:09 AM (IST)Updated: Sun, 27 Sep 2026 09:09 AM (IST)
former-kerala-chief-secretary-claims-cec-gyanesh-kumar-offered-bjp-ticket-2016-lok-sabha-election-controversy

Chief Election Commissioner Controversy: કેરળના ભૂતપૂર્વ મુખ્ય સચિવ જી.જી. થોમસે એક ચોંકાવનારો દાવો કરતાં ખળભળાટ મચી ગયો છે. તેમણે જણાવ્યું કે, જ્યારે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર આઈએએસ ઓફિસર હતા. ત્યારે તેમણે તેઓને ભાજપની ટિકિટ અપાવવાની ઓફર કરી હતી

જ્ઞાનેશ કુમાર પર આરોપ લગાવતા જી.જી. થોમસે કહ્યું કે,તેમને પૂછવામાં આવ્યું હતું કે, તેઓ રાજ્યના પથનમથિટ્ટા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર તરીકે 2019ની લોકસભા ચૂંટણી લડવામાં રસ ધરાવે છે.

થોમસે શું આરોપ લગાવ્યો?

એક સ્થાનિક અખબારના જણાવ્યા અનુસાર, તેમણે કહ્યું, "તે સમયે હું કેરળનો મુખ્ય સચિવ હતો. અમે એક જ ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા હતા. તેઓ વડાપ્રધાન મોદીના ખૂબ વખાણ કરી રહ્યા હતા અને તેમણે મને સ્પષ્ટપણે પૂછ્યું કે, શું હું 2019ની સામાન્ય ચૂંટણીમાં પથાનામથિટ્ટાથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવામાં રસ ધરાવું છું. તેઓ મને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ મે તરત જ ઇન્કાર કરી દીધો."

ઉલ્લેખનીય છે કે, 2016માં કોંગ્રેસના એન્ટો એન્ટનીએ પથાનામથિટ્ટા લોકસભા બેઠક જીતી હતી, જ્યારે CPI(M)ના વીણા જ્યોર્જ બીજા ક્રમે રહ્યા હતા. ભાજપે પથાનામથિટ્ટાથી કે. સુરેન્દ્રનને મેદાનમાં ઉતાર્યા હતા. તેઓ 28.95 ટકા મત હિસ્સા સાથે ત્રીજા સ્થાને રહ્યા હતા.

થોમસે તેમની કારકિર્દીના શરૂઆતના દિવસોની એક ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો. જ્યારે કેટલાક લોકોએ તેમને રાજકારણમાં જોડાવા માટે સંપર્ક કર્યો હતો. તેમણે દાવો કર્યો,

"જોકે મેં ત્યારે પણ તે પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો, તેમ છતાં જ્ઞાનેશને તે વિશે ખબર પડી અને તેમણે મને રાજકારણમાં આવવા માટે મનાવવાનો પ્રયાસ કર્યો."

રાહુલ ગાંધીએ શું આરોપ લગાવ્યો?

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જવાબ આપતા કુમાર પર આરોપ લગાવ્યો કે, ચૂંટણીની દેખરેખ રાખનારા અધિકારી તરીકે નિમણૂક પામતા પહેલા, કુમાર ભાજપ માટે લોકોને ભરતી કરવાના કામમાં સામેલ હતા. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યુ કે,

"જ્ઞાનેશ કુમાર તે સમયે ફરજ પરના IAS અધિકારી હતા અને ભાજપ માટે ભરતી કરવા માટે તેમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો."

વિરોધ પક્ષો જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી રહ્યા છે અને દેશના વિવિધ ભાગોમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. એક અંગ્રેજી અખબારના અહેવાલમાં જણાવાયું હતું કે અન્ય બે ચૂંટણી કમિશનરો, સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ કમિશનના નિર્ણયો અંગે વારંવાર સત્તાવાર વાંધાઓ ઉઠાવ્યા હતા, ત્યારબાદ આ મુદ્દે જોર પકડ્યું હતું.

અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, વાંધાઓ SIR પ્રક્રિયાના વિવિધ પાસાઓ સાથે સંબંધિત હતા, જેમાં ફોર્મ 6માં ફેરફારો, મતદાર યાદીમાં નામ ઉમેરવાની કે દૂર કરવાની પ્રક્રિયા અને મતદાર ડેટાબેઝ પર કેન્દ્રિય નિયંત્રણનો સમાવેશ થાય છે.