Deforest For Rubber: રબર માટે કપાઈ રહ્યા છે જંગલો, સામાન્ય ધારણા કરતાં ત્રણ ગણા વધારે ઝડપથી જંગલો ઉજ્જડ થઈ રહ્યા છે!

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Fri 20 Oct 2023 06:12 PM (IST)Updated: Fri 20 Oct 2023 06:12 PM (IST)
forests-are-being-harvested-for-rubber-forests-are-being-deforested-three-times-faster-than-generally-assumed-218651

Deforest For Rubber: રબરની ખેતી માટે જંગલો મોટાપાયે કાપણી થઈ રહી છે. જોકે તાજેતરમાં એક અહેવાલમાં જાણવા મળ્યું છે કે સામાન્ય ધારણા કરતાં વધારે ઝડપથી એટલે કે લગભગ ત્રણ ગણા વધારે ઝડપથી જંગલોને કાપવામાં આવી રહ્યા છે. આ સપ્તાહમાં આ અંગે એક અહેવાલ સામે આવ્યો છે.

સેટેલાઇટ ડેટા અને ક્લાઉડ કમ્પ્યુટિંગનો ઉપયોગ કરી વૈજ્ઞાનિકોએ પ્રથમ વખત દક્ષિણપૂર્વ એશિયામાં રબરના ઉત્પાદન માટે વનનાબૂદી અંગેનો ડેટા એકત્રિત કરવામાં આવ્યો છે.

અહેવાલ પ્રમાણે વર્ષ1993થી અત્યાર સુધીમાં 40 લાખ હેક્ટરથી વધારે વિસ્તારમાં જંગલો કાપવામાં આવ્યા છે. રબરની ખેતી એવા વિસ્તારોમાં કરવામાં આવી રહી છે કે જે જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. સંશોધન અહેવાલના લેખકોએ ચેતવણી આપી છે કે તેમના આંકડન વાસ્તવિક સ્થિતિથી થોડા ઓછા હોઈ શકે છે, કારણ કે સેટેલાઈટ તસવીરો પર વાદળોના પડછાયાથી ગણતરી વિશેષ પણે જટિલ થઈ ગઈ હતી.

નેચરલ જર્નલમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે રબર માટે જંગલોની કાપણીને લગતી નીતિ નક્કી કરવા માટે જેટલા પણ આંકડાનો ઉપયોગ કરવામાં આવે છે, તેની તુલનામાં આ ઓછામાં ઓછા ત્રણ ગણા વધારે છે.

વિશ્વભરમાં પેદા થતા રબર પૈકી 90 ટકા દક્ષિણ પૂર્વી એશિયામાં ઉગાડવામાં આવે છે અને તેના માટે જંગલ કાપવામાં આવી રહ્યા છે. મોટાભાગે રબર નાના ખેડૂતો દ્વારાની ખેતી કરવામાં આવે છે. તેના ખેતરનોનું કદ એટલું નાનું છે કે તે સામાન્ય રીતે તે સેટેગલાઈની રેન્જમાં આવી શકતા નથી. આ સંશોધન માટે વધુ એક હાઈ રિઝોલ્યુશનવાળા સેટેલાઈટ તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ જૂની તસવીરો સાથે તેની તુલના કરવામાં આવ્યું હતું.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.