'હાય રે કળિયુગ…! '15 વર્ષની સગીરા પર નરાધમ પિતાએ દુષ્કર્મ ગુજાર્યું, માતા રિસાઈને પિયર જતાં જ મોડી રાતે પુત્રીને હવસનો શિકાર બનાવી

મોડી રાતે દીકરી ભણ્યા બાદ સૂઈ ગઈ, ત્યારે પિતા બાજુમાં આવીને સૂઈ ગયો. દીકરીએ બૂમ પાડવાનો પ્રયાસ કરતાં ભાન ભૂલેલા પિતાએ મોંઢુ દબાવીને

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 08 Mar 2026 06:45 PM (IST)Updated: Sun, 08 Mar 2026 06:45 PM (IST)
father-rapes-15-year-old-daughter-after-wife-leaves-home-in-madhya-pradesh
HIGHLIGHTS
  • 4 માર્ચે દંપતી વચ્ચે ઝઘડો થતાં માતા રિસાઈને પિયર જતી રહી હતી
  • પોલીસે હવસખોર પિતાને પકડીને જેલના સળિયા પાછળ ધકેલ્યો

Crime News: આજના સમયમાં વધતા જતાં શહેરીકરણ અને સોશિયલ મીડિયાના દુષ્પ્રભાવોની અસરના કારણે સમગ્ર દેશમાં મહિલાઓ સહિત સગીરાઓના યૌન શોષણના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લાના સારંગપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સબંધોને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક પિતાએ પોતાની સગીર પુત્રીને હવસનો શિકાર બનાવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગત 4 માર્ચના રોજ સારંગપુર તાલુકાના ભૂમકા ગામમાં રહેતી 15 વર્ષીય સગીરા પર તેના જ પિતાએ દુષ્કર્મ આચર્યું હતુ. પોલીસની તપાસમાં સામે આવ્યું કે, પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. જેના કારણે પત્ની રિસાઈને પોતાના પિયર પહોંચી ગઈ હતી.

આ સમયે ઘરમાં પિતા અને પુત્રી એકલા જ હતા. પુત્રી મોડી રાત સુધી ભણ્યા બાદ સૂઈ ગઈ હતી. આ દરમિયાન પિતા તેની બાજુમાં આવીને સૂઈ ગયા હતા. જેથી પીડિતા ચમકીને ઉઠી ગઈ હતી અને બૂમો પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હવસમાં ભાન ભૂલેલા પિતાએ તેનું મોંઢુ દબાવીને દુષ્કર્મ આચર્યું હતુ. જે બાદ કોઈને કહીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપીને જતો રહ્યો હતો.

બીજા દિવસે પીડિતા પોતાની પરીક્ષા આપવા ગઈ હતી. જ્યાંથી સાંજે ઘરે આવીને પરિવારના અન્ય સભ્યોને પોતાની આપવીતી કહી સંભળાવી હતી. જેથી 6 માર્ચના રોજ પરિવારજનો સગીરાને લઈને લીમાચૌહાન પોલીસ મથકે પહોંચી હતી. જ્યાં સગીરાએ ફરિયાદ કરતાં તેને મેડિકલ માટે મોકલી આપી હતી, જેમાં તેના પર દુષ્કર્મની પુષ્ટી થઈ હતી.

હાલ તો પોલીસે કોર્ટમાં 164 અંતર્ગત પીડિતાનું નિવેદન નોંધાવ્યું છે. જે બાદ આરોપી પિતા વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરીને તેની અટકાયત કરીને જેલ હવાલે કરવામાં આવ્યો છે.