ED Summon: ફારુખ અબ્દુલ્લાને EDએ સમન મોકલ્યું, મની લોન્ડ્રિંગ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 12 Feb 2024 11:56 PM (IST)Updated: Mon, 12 Feb 2024 11:56 PM (IST)
farooq-abdullah-summoned-by-ed-for-questioning-in-money-laundering-case

ED Summon: જમ્મુ કાશ્મીરના સીનિયર નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ફારુખ અબ્દુલ્લાને EDએ મની લોન્ડ્રિંગ મામલે સમન મોકલ્યું છે. તેમણે મંગળવારે સવારે 11 વાગ્યે પૂછપરછ માટે બોલાવ્યા છે. નેશનલ કૉન્ફરન્સના અધ્યક્ષને ગત મહિને પણ આ કેસની પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ હાજર ન થયા. માનવામાં આવે છે કે 86 વર્ષના સાંસદ અબ્દુલ્લાની એજન્સીએ જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિએશનમાં થયેલી ગેરરીતિની તપાસ સંદર્ભે બોલાવ્યા છે. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને શ્રીનગરના સાંસદ અબ્દુલ્લા વિરુદ્ધ નોંધાયેલા કેસમાં EDએ વર્ષ 2022માં આરોપ પત્ર દાખલ કર્યું હતું.

EDએ જણાવ્યું કે આ મામલો જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિએશનના નાણા કૌભાંડ સાથે જોડાયેલો છે. એજન્સી મુજબ, એસોસિએશનના ધનને જેકેસીએના પદાધિકારીઓ સહિત અસંબદ્ધ પક્ષકારોના ખાનગી ખાતામાં હસ્તાંતરિત કરાયા અને બેંક ખાતામાંથી કારણ જણાવ્યા વગર વીડ્રો કરાયા. EDએ આ મામલે CBI તરફથી 2018માં દાખલ આરોપ પત્રના આધારે કેસ નોંધ્યો છે. EDએ અબ્દુલ્લાને મોકલેલી નોટિસમાં તેમણે એજન્સીના શ્રીનગર કાર્યાલયમાં હાજર થવાનું કહ્યું હતું.

શું એક મંદિર સુધી સીમિત છે રામઃ ફારુખ અબ્દુલ્લા
ફારુખ અબ્દુલ્લાએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ પર સવાલ ઉઠાવ્યા હતા. તેણે કહ્યું હતું કે ભગવાન રામ એક મંદિર સુધી જ સીમિત છે. તેમણે પૂછ્યું હતું કે- શું શ્રીરામ વિશેષ રીતે ભાજપ કે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના જ છે. તેમણે કહ્યું- રામ પર કોઈનો એકાધિકાર નથી. શું ભગવાન રામ માત્ર એક મંદિરમાં રહે છે? શું રામ પાસે અન્ય કોઈ ઘર નથી? રામ સર્વવ્યાપી છે. તેઓ ત્યાં પણ છે જ્યાં કોઈ રામ મંદિર નથી. તેઓ આખી દુનિયાના રામ છે. તેમણે કહ્યું હતું કે શ્રીરામ કોઈ એક સંપ્રદાયના નથી અને માત્ર હિન્દુ તરીકે ચિત્રિત કરવા ખોટું છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.