Ethanol Production: કેન્દ્ર સરકારે 2026-27 સપ્લાય વર્ષ માટે એથેનોલ ઉત્પાદનમાં ખાંડના ઉપયોગ પર રોક લગાવવાનો નિર્દેશ આપ્યો છે. આ નિર્ણય હેઠળ તેલ માર્કેટિંગ કંપનીઓની નવી ટેન્ડર પ્રક્રિયામાં શેરડીના રસ, શુગર સિરપ અને બી-હેવી મોલાસીસ (શીરો) માંથી બનાવવામાં આવતા ઈથેનોલનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
1,100 કરોડ લિટર એથેનોલ ખરીદી માટે ટેન્ડર
આ પણ વાંચો
શુક્રવારના રોજ જાહેર કરવામાં આવેલા એક ટેન્ડર અનુસાર, દેશની અગ્રણી તેલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમે નવેમ્બરથી શરૂ થતા સપ્લાય વર્ષ માટે 1,100 કરોડ લિટર ઈથેનોલની ખરીદી માટે બોલીઓ મંગાવી છે. હવેથી ઉત્પાદકો મકાઈ, ટુકડા ચોખા અને ભારતીય ખાદ્ય નિગમ (FCI) પાસે રહેલા વધારાના ચોખામાંથી ઇથેનોલ બનાવવા માટે બોલી લગાવી શકશે.
સ્થાનિક બજારમાં ખાંડનો પુરવઠો વધારવા નિર્ણય
ઓછા વરસાદના કારણે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં શેરડીના ઉત્પાદન પર અસર થવાની આશંકા છે, જેના કારણે બજારમાં ખાંડના ભાવ પર દબાણ વધ્યું છે. કેન્દ્ર સરકારે સ્થાનિક સ્તરે ખાંડનો પુરવઠો વધારવાના અને ભાવ નિયંત્રણમાં રાખવાના ઉદ્દેશ્યથી આ પગલું ભર્યું છે.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે આ વર્ષે દેશભરમાં પેટ્રોલમાં 20 ટકા એથેનોલ મિશ્રણ (E20) અનિવાર્ય કર્યું છે, જેથી ક્રૂડ ઓઈલની આયાત ઘટાડી શકાય અને પ્રદૂષણ પર નિયંત્રણ મેળવી શકાય.
