Election Will Be Held In Wayanad: રાહુલ ગાંધી રાયબરેલીથી સાંસદ રહેશે. તેઓ વાયનાડ બેઠક પરથી રાજીનામું આપશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ અંગેની જાહેરાત કરી છે. તો રાહુલના રાજીનામા બાદ પ્રિયંકા ગાંધી વાયનાડથી ચૂંટણી લડશે.
આ અંગેની જાહેરાત કરતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, "રાહુલ ગાંધી 2 લોકસભા સીટ પરથી જીત્યા છે, પરંતુ કાયદા મુજબ તેમણે એક સીટ ખાલી કરવી પડશે. રાહુલ ગાંધી રાયબરેલી સીટ રાખશે અને વાયનાડ લોકસભા સીટ ખાલી કરશે."
#WATCH | Delhi: Congress president Mallikarjun Kharge says "Rahul Gandhi won from 2 LS seats but as per the law he has to vacate one seat. Rahul Gandhi will keep the Raebareli seat and vacate Wayanad Lok Sabha seat.." pic.twitter.com/yXdtvDMGwl
— ANI (@ANI) June 17, 2024
બેઠકમાં લેવાયો નિર્ણય
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મહાસચિવ કેસી વેણુગોપાલ અને પ્રિયંકા ગાંધી સહિત પક્ષના ટોચના નેતાઓની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે રાહુલ ગાંધી કઈ લોકસભા બેઠક જાળવી રાખશે. નોંધનીય છે કે રાહુલ ગાંધી રાયબરેલી અને વાયનાડ બંને બેઠકો પરથી લોકસભા ચૂંટણી લડ્યા હતા અને બંને બેઠકો પર તેઓ જીત્યા હતા. ત્યારથી રાહુલ કઈ સીટ છોડશે તેની અટકળો શરૂ થઈ ગઈ હતી. હવે કોંગ્રેસ અધ્યક્ષે સ્પષ્ટ કર્યું છે કે રાહુલ રાયબરેલીથી જ સાંસદ રહેશે.
પ્રિયંકાની ચૂંટણી રાજનીતિમાં એન્ટ્રી
સાથે જ મલ્લિકાર્જુન ખડગેએ જાહેરાત કરી છે કે પ્રિયંકા ગાંધી વાયનાડથી ચૂંટણી લડશે. આ તેમની ચૂંટણીના રાજકારણમાં પ્રવેશ હશે. અગાઉ તેમણે પાર્ટીના સંગઠનમાં હોદ્દો સંભાળ્યો હતો, પરંતુ અત્યાર સુધી ચૂંટણી લડી નથી.
વાયનાડથી ચૂંટણી લડવાની જાહેરાત પર પ્રિયંકા ગાંધીએ કહ્યું, 'વાયનાડનું પ્રતિનિધિત્વ કરી શકવાથી હું ખૂબ જ ખુશ છું અને હું તેમને તેમની (રાહુલ ગાંધીની) ગેરહાજરી અનુભવવા નહીં દઉં. હું સખત મહેનત કરીશ અને દરેકને ખુશ કરવા અને સારા પ્રતિનિધિ બનવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. રાયબરેલી અને અમેઠી સાથે મારો ઘણો જૂનો સંબંધ છે અને તેને તોડી શકાય તેમ નથી. હું રાયબરેલીમાં મારા ભાઈને પણ મદદ કરીશ. અમે રાયબરેલી અને વાયનાડ બંને જગ્યાએ હાજર રહીશું.
