El Ninoનો ડબલ એટેક; ખરીફ બાદ હવે રવી પાકો પર સંકટ, શું કઠોળ, ચોખા મોંઘા થશે?

ઈન્ટરનેશનલ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ ફોર ક્લાઈમેટ એન્ડ સોસાયટી(IRI)ના તાજેતરના અહેવાલ પ્રમાણે વર્ષ 2026ના અંતમાં અને વર્ષ 2027 શરૂઆતમાં અલ-નીનો ખૂબ જ મજબૂત રહેવાની આશંકા છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 28 Sep 2026 11:26 PM (IST)Updated: Mon, 28 Sep 2026 11:26 PM (IST)
el-nino-double-attack-after-kharif-rabi-crops-now-face-threat-will-lentils-and-rice-become-expensive

El Nino Double Attack:અલ-નીનોને લીધે હવે રવી પાકના પ્રભાવિત થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સોમવારે કૃષિ સચિવ આતિશ ચંદ્રાએ કહ્યું હતું કે અલ-નીનોને લીધે ઓછા વરસાદ ધરાવતા રાજ્યોમાં રવીના પાક પ્રભાવિત થઈ શકે છે.

રવી પાકની તૈયારીને લઈ સોમવારે યોજાયેલ એક સમ્મેલનમાં ચંદ્રાએ કહ્યું કે અલ-નીનોને લીધે ઓછા વરસાદ ધરાવતા રાજ્યોમાં ખરીફ પાક પણ પડકારજનક હતો અને હવે આ વિસ્તારોમાં રવી પાક પણ પડકારજનક રહેશે. તેને લીધે અનાજ ઉત્પાદન પર અસર થઈ શકે છે.

અલ-નીનોને લીધે ઓછા વરસાદ ધરાવતા રાજ્યોમાં પ્રથમ વાવેતર તો બાદમાં પાકની સુરક્ષિત રહેવાના પડકાર છે. ઘઉં, તેલીબિયા, ચણા જેવા પાક રવી સિઝનમાં ઉગાડવામાં આવે છે.

ઈન્ટરનેશનલ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ ફોર ક્લાઈમેટ એન્ડ સોસાયટી(IRI)ના તાજેતરના અહેવાલ પ્રમાણે વર્ષ 2026ના અંતમાં અને વર્ષ 2027 શરૂઆતમાં અલ-નીનો ખૂબ જ મજબૂત રહેવાની આશંકા છે. જોકે, એકંદરે ખરીફ પર અલ નીનોની અસર મર્યાદિત રહી ગઈ છે. સમ્મેલનમાં પાકની વિવિધતા પર ધ્યાન આપવા પર ભાર આપ્યો. 

ચંદ્રા પ્રમાણે રવી વાવેતર સમાન્ય રીતે 638 લાખ હેક્ટરમાં થાય છે. તેમાંથી 300 લાખ હેક્ટરથી વધારે વિસ્તારમાં ઘઉંના વાવેતર થાય છે. આ દરમિયાન 140 લાખ હેક્ટરમાં દાળ તો 87 લાખ હેક્ટકરમાં તેલિબીયાંની ખેતી કરવામાં આવે છે. આશરે 55 લાખ હેક્ટરમાં અન્ય મોટા અનાજનું ઉત્પાદન કરવામાં આવે છે.

મળતી માહિતી પ્રમાણે ચંદ્રાએ કહ્યું કે કેટલાક રજ્યોને માટીમાં વધારે ભેજની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે, જ્યારે ઓછા વરસાદ ધરાવતા વિસ્તારોમાં લાંબા સમય સુધી ઓછા ભેજની અસર થઈ શકે છે.

રવી સત્ર માટે તે પ્રમાણે રણનીતિ તૈયાર કરવાની જરૂર છે. જળવાયુ પરિવર્તનને વાસ્તવિકતા દર્શાવતા કહ્યું કે સિંચાઈ ધરાવતા વિસ્તારોમં પણ અનેક જગ્યા કમૌસમી ભારે વરસાદ થઈ છે, જેથી પાકોને નુકસાન પહોંચે છે.