Wheat prices:ભારત સરકારે ગત 24મી ઓગસ્ટના રોજ ઘઉં અને તેની સાથે સંકળાયેલ વિવિધ ઉત્પાદનો જેમ કે લોટ, મેદો તથા સોજીની નિકાસ પર છેલ્લા 4 વર્ષથી જે પ્રતિબંધ લાગેલો હતો તેને હટાવી દીધો છે. ત્યારાદ ઘઉંની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે. કૃષિ મંડીઓમાં ઘઉંની કિંમત રૂપિયા 150 પ્રતિ ક્વિન્ટલથી વધારે થઈ ગયા છે, તેને લીધે દેશમાં ઉદ્યોગો સાથે સંકળાયેલ એક વર્ષની ચિંતામાં વધારો થયો છે.
વૈશ્વિક બજાર(Global Market)માં ઘઉંની કિંમતો આશરે ત્રણ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે.આ સંજોગોમાં કેટલાક કારોબારી સંગઠનોનું માનવું છે કે જો આગામી રવી સિઝનમાં અલ નીનોની અસર પાક પર થાય છે તો ઘરેલુ સપ્લાઈ પર દબાણ વધી શકે છે. આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ અલ નીનોની સ્થિતિ માર્ચ 2027 સુધી યથાવત રહે તેવો અંદાજ વ્યક્ત કર્યો છે.
છૂટક બજારોમાં કેવી અસર
મીડિયા અહેવાલો પ્રમાણે નિકાસ પર પ્રતિબંધ હટ્યાં બાદ કૃષિ માર્કેટોમાં તેજી જોવા મળી રહી છે. જોકે તેની અસર હજુ છૂટક બજારોમાં એટલી અસર જોવા મળતી નથી. ગ્રાહક બાબતોના વિભાગે મૂલ્ય નિર્ધારણ પ્રમાણે દેશમાં ઘઉંની સરેરાશ છૂટક કિંમત રૂપિયા 31.58 પ્રતિ કિલોગ્રામ છે. મહત્તમ છૂટક કિંમત રૂપિયા 55 અને લઘુતમ કિંમત રૂપિયા 22 પ્રતિ કિલો છે.
ઉદ્યોગોનો સવાલ
છેલ્લા 4 વર્ષથી ઘઉંની નિકાસ પર જે પ્રતિબંધ લાગ્યો હતો કે નબળા ચોમાસાની સ્થિતિમાં કેમ હટાવવામાં આવ્યો છે તેમ નામ નહીં આપવાની શરતે આટા મિલના સંચાલક દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો છે. ગયા વર્ષની તુલનામાં આ વખતે 7-8 ટકા પાક ઓછો છે. સરકારે 3.6 કરોડ ટન ઘઉં ખરીદ્યા છે અને મકાઈની કિંમત પણ વધી રહી છે. આ સંજોગોમાં અલ નીનોની આશંકા વચ્ચે નિકાસની મંજૂરી આપવી આગળ જતા સમસ્યા સર્જી શકે છે.
સ્ટોકને લઈ કોઈ ચિંતા નથી
જોકે સરકારના આંકડા જોઈએ તો સ્ટોક સંતુલિત પ્રમાણમાં છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ બાબતોના મંત્રાલયની માહિતી પ્રમાણે વર્ષ 2025-2026માં દેશમાં ઘઉંનું ઉત્પાદન રેકોર્ડ 12.06 કરોડ ટન રહેવાનો અંદાજ છે. જે ગયા વર્ષના 11.79 કરોડ ટન કરાં વધારે છે. આ સાથે ભારતીય ખાદ્ય નિગમ(FCI)ની માહિતી પ્રમાણે 1લી ઓગસ્ટના રોજ સરકારી ગોદામોમાં ઘઉં 5.05 કરોડ ટન હતું, જે છેલ્લા પાંચ વર્ષની ઉંચી સપાટીએ છે.
બજારના નિષ્ણાતોનું માનવું છે કે ભારત મુખ્યત્વે ઘઉંની નિકાસ નેપાળ, ભૂટાન અને ઉત્તર બાંગ્લાદેશ જેવા પડોશી દેશોના બજારમાં કરી શકે છે. બાંગ્લાદેશ અગાઉથી જ અમેરિકા સાથે ઘઉં ખરીદીને લગતી સમજૂતી કરી છે,જેથી ત્યાં ભારતીય ઘઉંની નિકાસ મર્યાદિત પ્રમાણમાં રહે તેવી શક્યતા છે.
