Indian Monsoon 2026:આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની સિઝન દમિયાન દેશના કૂલ 741 જિલ્લામાંથી 282 જિલ્લામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થયો છે. એટલે કે 38 ટકા જિલ્લામાં વરસાદ સરેરાશ કરતાં ઓછો નોંધાયો છે. ભારતીય હવામાન વિભાગે બુધવારે ચોમાસા અંગે પોતાનો જે અહેવાલ રજૂ કર્યો તેમાં કેટલાક મહત્વના ખુલાસા થયા છે.
આ ચોમાસાની સિઝનમાં પૂર્વ અને પૂર્વોત્તર ભારતમાં વરસાદ(1017 મીમી) નોંધાયો છે, જે વર્ષ 1901 બાદ સૌથી ઓછો વરસાદ છે એટલે કે છેલ્લા 125 વર્ષમાં સૌથી ઓછો વરસાદ છે. જ્યારે દક્ષિણ પ્રાયદ્વીપીય ભારતમાં વરસાદ ફક્ત 542 મીમી વરસાદ થયો તે વર્ષ 1901 બાદ ચોથી વખતનો સૌથી ઓછો વરસાદ છે.

વિષુવવૃત્તીય પેસિફિક
વિષુવવૃત્તીય પેસિફિક પ્રશાંત વિસ્તારમાં જે અલ નીનોની મજબૂત સ્થિતિ સર્જાયેલી છે તેની અસર સપ્ટેમ્બર મહિનામાં મોટાભાગના દિવસોમાં વરસાદની સ્થિતિ પર પ્રતિકૂળ અસર સર્જી છે.

દેશમાં નબળા ચોમાસાની અસર
- 282 જિલ્લા એટલે કે 38 ટકા જિલ્લામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થયો
- 34 જિલ્લા એટલે કે 5 ટકા જિલ્લામાં સામાન્ય કરતાં ખૂબ જ ઓછો વરસાદ થયો.
- 312 જિલ્લા એટલે કે 42 ટકા જિલ્લામાં સામાન્ય વરસાદ થયો
જ્યારે 90 જિલ્લા એટલે કે 12 ટકા જિલ્લામાં સામાન્યથી વધારે વરસાદ અને 16 જિલ્લા એટલે કે 2 ટકા જિલ્લામાં સામાન્ય કરતાં ખૂબ જ વધારે વરસાદ થયો.
છેલ્લા 125 વર્ષમાં વરસાદ
ભારતીય હવામાન વિભાગ(IMD)ની માહિતી પ્રમાણે વર્ષ 2026ના દક્ષિણ-પશ્ચિમ મોનસૂન સીઝન(જૂન-સપ્ટેમ્બર) દરમિયાન સમગ્ર દેશમાં લાંબા સમયની સરેરાશ એટલે કે LPAના 87 ટકા વરસાદ નોંધાયો છે. સમગ્ર ભારતમાં ગરમીના સમયમાં ચોમાસાનો વરસાદ 759.4 મીમી રહ્યો હતો, જે વર્ષ 2001 બાદ ચોથી વખત સૌથી ઓછો વરસાદ છે અને વર્ષ 1901 બાદ 13મી વખતનો ઓછો વરસાદ હતો.
