Sugar Stock Limits:તહેવારોની સિઝન અગાઉ ખાંડની સંગ્રહખોરી સામે સરકારની લાલ આંખ, 15 દિવસની સ્ટોક મર્યાદા સાથે નવા નિયમ જાહેર

નવા નિયમ 15 ઓક્ટોબરથી લાગુ થશે અને 30 નવેમ્બર 2026 સુધી અમલી રહેશે. નવી સુગર સિઝન 1 ઓક્ટોબરથી શરૂ થઈ છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 01 Oct 2026 08:42 PM (IST)Updated: Thu, 01 Oct 2026 08:45 PM (IST)
the-government-announced-new-rules-including-stock-limits-on-sugar-ahead-of-the-festive-season
તહેવારની સિઝનમાં ખાંડની વધતી માંગને ધ્યાનમાં રાખી સરકારે કિંમતને અંકૂશમાં રાખવા અને પુરવઠો જાળવી રાખવા મહત્વનું પગલું ભર્યું છે. (Image Source: AI-Generated)

Sugar Stock Limits:તહેવારોની સીઝનમાં ખાંડની વધતી માંગ વચ્ચે કેન્દ્ર સરકારે તેની સંગ્રહખોરીને અટકાવવા માટે કડક નિયમ બનાવ્યો છે. હવે ડીલર સુગર મિલની તારીખથી મહત્તમ 15 દિવસ સુધી જ તેમનો સ્ટોક પોતાની પાસે રાખી શકશે. અગાઉ આ મર્યાદા 30 દિવસ હતો.

આ સાથે જ સરકારે ડીલરો પાસે રાખવામાં આવતી ખાંડનું પ્રમાણ પણ નક્કી કર્યું છે. નવા નિયમ 15 ઓક્ટોબરથી લાગુ થશે અને 30 નવેમ્બર 2026 સુધી અમલી રહેશે. નવી સુગર સિઝન 1 ઓક્ટોબરથી શરૂ થઈ છે.

હવે ખાંડ કેટલો જથ્થો રાખી શકાશે

ગ્રાહક, ખાદ્ય અને જાહેર વિતરણ બાબતના મંત્રાલયની માહિતી પ્રમાણે 15 ઓક્ટોબરથી દેશમાં કોઈ પણ ડીલર કોઈ પણ સમયે કે સ્થળ પર 1 હજાર ક્વિન્ટલથી વધારે ખાંડનો સ્ટોક રાખી શકાશે નહીં. આ ઉપરાંત સુગર મિલો બાદ તેને મહત્તમ 15 દિવસ સુધી રાખી શકાશે. 

અલબત કોલકાતા અને તેની આજુબાજુના વિસ્તારો ઉપરાંત આસામ માટે આ સ્ટોક મર્યાદા 2,000 ક્વિન્ટલ રાખવામાં આવી છે. સરકારની માહિતી પ્રમાણે આ વિસ્તારોમાં સપ્લાઈની જરૂરિયાત, સામાન્ય પહોંચમાં લાગતા સમય અને પૂર્વી તથા પૂર્વેત્તર રાજ્યોમાં ખાંડ પહોંચાડવામાં કોલકાતા મહત્વની ભૂમિકા ભજવે છે.

ઓગસ્ટના ઊંચા લેવલથી 15 ટકા સસ્તી થઈ ખાંડ

સરકારની માહિતી પ્રમણે ખાંડની સરેરાશ છૂટક કિંમત ઓગસ્ટના ઉંચા સ્તરથી આશરે 15 ટકા નીચે આવી ચુકી છે. જ્યારે મિલમાંથી નિકળનારી ખાંડની કિંમત આશરે 28 ટકા ઘટી છે અને છેલ્લા ત્રણ સપ્તાહથી તેમાં વધારે ફેરફાર થયો નથી. સરકારે સુગર મિલો, ડીલરો, જથ્થાબંધ અને છૂટક વ્યાપારીઓને કહેવામાં આવ્યું છે કે સપ્લાઈ સામાન્ય બનાવી રાખવામાં આવે.ગણેશ ચતુર્થી, દશેરા અને દિવાળી જેવા તહેવારો દરમિયાન મીઠાઈ અને અન્ય ખાદ્ય ઉત્પાદનોમાં ખાંડનો ઉપયોગ વધી જાય છે.