Dharavi Redevelopment Project:મહાત્મા ગાંધીની ૧૫૭મી જન્મજયંતિ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસે નમૂનેદાર ઘરોમાં પ્રવેશની અનુભૂતિ,પ્રસ્તાવિત ટાઉનશીપનો ૩ડી વોકથ્રુ શોધી શકે તેમજ કેવી રીતે રહેઠાણ, આજીવિકા, જાહેર સુવિધાઓ અને ખુલ્લી જગ્યાઓ એકસાથે સમાવવાની યોજનાનો ડીજીટલ ચિતાર દર્શાવતા ધારાવી એક્સપિરિયન્સ સેન્ટરને ખુલ્લું મૂક્યું હતું. અનેક કલાકાર કસબીઓ ધરાવતા ધારાવીવાસીઓની સંસ્કૃતિના મહિમાનું ગાન એવા ધારાવી ગીતના અનાવરણ તેમજ એશિયાની સૌથી મોટી અનૌપચારિક વસાહતોમાંની ધારાવીના ૧૦ લાખથી વધુ રહેવાસીઓની પરંપરાની ઉજવણી કરતી કોફી ટેબલ બુકનું પણ મુખ્યમંત્રી ફડણવીસે વિમોચન કર્યું હતું.
૨૨,૫૦૦ ચોરસ ફૂટમાં ફેલાયેલું ધારાવી એક્સપિરિયન્સ સેન્ટર રહેવાસીઓને લાઇફ-સાઇઝ હોમ મોડેલ્સ, ડિજિટલ ડિસ્પ્લે અને ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો દ્વારા પુનર્વિકાસનો પ્રથમ પરિચય કરાવે છે. જેમાં ઘરો અને કાર્યસ્થળોથી લઈને પરિવહન અને સામુદાયિક માળખાગત સુવિધાઓ સુધીની યોજનાના વિવિધ ઘટકોને સાંકળી લેવાયા છે.
આ માહિતીપ્રદ 3ડી વોકથ્રુમાં મુલાકાતીઓને આસપાસના વિશાળ વિસ્તારમાં શામેલ રહેણાંક અને વાણિજ્યિક વિસ્તારો, રસ્તાઓ, પરિવહન લિંક્સ, જાહેર સુવિધાઓ અને ખુલ્લી જગ્યાઓ દર્શાવવામાં આવે છે. ઉપરાંત ધારાવીના ઇતિહાસ અને તેની ઓળખને આકાર આપનારા તેમજ મુંબઈની આર્થિક ગતિવિધીઓમાં ફાળો આપનારા વ્યવસાયો અને ઉદ્યોગસાહસિક પ્રવૃત્તિને પ્રકાશિત કરતા ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો દર્શાવે છે.
આ કેન્દ્રમાં નમૂનારુપ ઘરો છે. મુલાકાતીઓ ૩૫૦ ચોરસ ફૂટ અને ૫૦૦ ચોરસ ફૂટના અનફર્નિશ્ડ અને સંપૂર્ણ રીતે સજ્જ એપાર્ટમેન્ટમાં ડીજીટલી ચાલીને પ્રસ્તાવિત લેઆઉટનો અનુભવ તથા જગ્યાઓનો કેવી રીતે ઉપયોગ કરી શકાય તે સમજી શકે છે.
પુનઃવિકાસ યોજના હેઠળ શાળાઓ, આરોગ્યસંભાળની સુવિધાઓ, પૂજા અર્ચનના સ્થાનો, જાહેર પરિવહન, બાગ બગીચા અને અન્ય સામાજિક માળખાકીય સુવિધાઓ પૂરી પાડતી વખતે ધારાવીના ઘરો અને આજીવિકા વચ્ચેના ગાઢ જોડાણને જાળવી રાખવાનો પ્રયાસ કરાયો છે. આ યોજનામાં વિવિધ પરિવહન પદ્ધતિઓને એકસાથે સાંકળી લેવા અને રહેવાસીઓ તથા અન્ય મુંબઈકરો માટે કનેક્ટિવિટી સુધારવા માટે રચાયેલ મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબનો પણ સમાવેશ થાય છે.
આ સેન્ટર મીઠી નદીનો પ્રસ્તાવિત કાયાકલ્પ, ધારાવીમાં લગભગ ૪૦,૦૦૦ વૃક્ષો અને ૩.૩ કિમીના જાહેર રિવરફ્રન્ટ પર પણ પ્રકાશ પાડે છે. આ યોજનામાં ઉદ્યાનો અને ખુલ્લી જગ્યાઓ, પડોશમાં વધુ હરિયાળી અને જાહેર વિસ્તારો ઉમેરવાની પણ જોગવાઈ છે. કેન્દ્ર ખાતેની ડિજિટલ અને સહાયિત સેવાઓ સર્વેક્ષણ, પાત્રતા, દસ્તાવેજીકરણ અને પુનર્વસન અંગેની માહિતી પૂરી પાડે છે, જેનાથી રહેવાસીઓને એવા નિયમો અને પ્રક્રિયાઓ સમજવામાં મદદ મળે છે જે તેમના ઘરો અને આજીવિકાનું સ્વરૂપ નક્કી કરશે.
