G20 Summit In Delhi: દિલ્હી ત્રણ દિવસ બંધ રહેશે. 8-10 સપ્ટેમ્બર સુધી રાજધાનીમાં G20 સમિટ દરમિયાન શાળાઓ, ઓફિસો અને બજારો બંધ રહેવાની તૈયારીમાં છે. એટલું જ નહીં, દિલ્હીના રસ્તાઓ પણ 'કોવિડ લોકડાઉન'ની જેમ ખાલી જોવા મળશે. દિલ્હી ટ્રાફિક પોલીસે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ માટે એડવાઈઝરી જારી કરી છે. જેમાં પોલીસે જણાવ્યું કે, કયા રસ્તાઓ બ્લોક કરવામાં આવશે અને કયા રસ્તાઓ ચાલુ રહેશે.
પ્રગતિ મેદાનમાં યોજાવવાની છે G20 સમિટ
તે ઉપરાંત પણ જણાવવામાં આવ્યું છે કે, જે રસ્તાઓ સામાન્ય વાહનો માટે બંધ રહેશે અને કઈ શરતો પર તે રસ્તાઓ પર કોને વાહન ચલાવવાની મંજૂરી આપવામાં આવશે. એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આવશ્યક સેવાઓ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં અને સમગ્ર દિલ્હીમાં મેડિકલ ઈમરજન્સી વાહનો પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. સૌથી વધુ પ્રતિબંધો નવી દિલ્હી જિલ્લા માટે છે, જ્યાં પ્રગતિ મેદાનમાં G20 સમિટ યોજાવા જઈ રહી છે.
આ પણ વાંચો
ત્રણ દિવસ માટે શહેરમાં આ નિયમો લાગુ
- અન્ય રાજ્યો માટે નિર્ધારિત વાહનોને ઈસ્ટર્ન અને વેસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે અથવા અન્ય વૈકલ્પિક માર્ગો પર વાળવામાં આવશે. આવા વાહનોને દિલ્હીમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
- માલસામાનના વાહનો (ટ્રક અથવા નાના વાહનો)ને દિલ્હીમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. જો કે, દૂધ, શાકભાજી, ફળો, તબીબી પુરવઠો વહન કરતા વાહનોને શહેરમાં એન્ટ્રી આપવામાં આવશે.
- અન્ય રાજ્યોમાંથી આવતી બસોને પણ દિલ્હીમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. જો કે, આવી તમામ બસોને રીંગરોડ પર જ રોકવાની રહેશે, તેનાથી આગળ જવાની પરવાનગી આપવામાં આવશે નહીં.
- દિલ્હીમાં પહેલાથી જ અસ્તિત્વમાં રહેલી બસો રિંગરોડ અને રિંગરોડથી આગળ દિલ્હીની સરહદો તરફના રોડ નેટવર્ક પર ચાલશે. આ બસોને દિલ્હીની બહાર જવા દેવામાં આવશે.
