G20 Summit In Delhi: ભારતમાં 9-10 સપ્ટેમ્બરે G20 સંમેલન યોજાયું હતું. જેમાં દેશ-વિદેશના રાષ્ટ્રાધ્યક્ષોએ ભારતની મુલાકાત લીધી હતી. દિલ્હીમાં થયેલા આયોજનથી દરેક દેશ ખુબ ખુશ થયો હતો અને હવે અમેરિકાએ પણ ભારતના વખાણ કર્યા છે અને આયોજનને સંપૂર્ણ રીતે સફળ ગણાવ્યું છે. સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં અમેરિકાના અગ્રણીએ કહ્યું "અમને વિશ્વાસ છે કે તે સફળ રહ્યું છે. G20 એક મોટું સંગઠન છે. રશિયા G20નું સભ્ય છે. ચીન G20નું સભ્ય છે."
નવી દિલ્હીની ઘોષણામાંથી રશિયાની ગેરહાજરી વિશે પૂછવામાં આવતા, તેમણે કહ્યું, "વિવિધ મંતવ્યો ધરાવતા સભ્યો છે. અમને એ હકીકતમાં વિશ્વાસ છે કે સંગઠન પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વનું સન્માન કરતું નિવેદન જારી કરવામાં સક્ષમ હતું. " સિદ્ધાંતોનું ઉલ્લંઘન ન થવું જોઈએ તે એક મહત્વપૂર્ણ બાબત છે કારણ કે તે યુક્રેન પર રશિયાના આક્રમણના મૂળમાં છે.
આ પ્રથમ વખત હતું જ્યારે G20 સમિટનું આયોજન ભારત દ્વારા કરવામાં આવ્યું હતું. G20 સમિટ નવી દિલ્હીમાં 9-10 સપ્ટેમ્બરના રોજ યોજાઈ હતી. ગયા વર્ષે, આ પહેલા ઇન્ડોનેશિયાએ G20નું પ્રમુખપદ સંભાળ્યું હતું હવે ભારત પછી બ્રાઝિલ તેની અધ્યક્ષતા કરશે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
