Defence Unveil Wheeled: DRDOએ ભારતીય સેના માટે બનાવી નવી બખ્તરબંધ ગાડી WhAP, આનંદ મહિન્દ્રાએ પ્રશંસા કરી

આ વ્હીલ્ડ આર્મર્ડ પ્લેટફોર્મ (WhAP)ના કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ અને ન્યૂક્લિયર (CBRN) વેરિએન્ટ છે. આ અનેક પ્રકારના એમ્ફિબિયસ ઓપરેશનમાં ભાગ લઈ શકે છે.

By: Jignesh TrivediEdited By: Jignesh Trivedi Publish Date: Thu 15 Aug 2024 07:21 PM (IST)Updated: Thu 15 Aug 2024 07:21 PM (IST)
defense-unveil-wheeled-drdo-makes-new-armored-vehicle-whap-for-indian-army-praised-by-anand-mahindra-380959

Defence Unveil Wheeled: ભારતીય સેના માટે DRDO અને મહિન્દ્રા ડિફેન્સે મળીને નવું સ્વદેશી બખ્તરબંધ કૉમ્બેટ વ્હીકલ બનાવ્યું છે. આ એક વ્હીલ્ડ આર્મર્ડ પ્લેટફોર્મ (WhAP) છે. આ પહેલા સેનાએ ટાટા દ્વારા બનાવવામાં આવેલા 18 વ્હાપ વાહન લીધા હતા. આ વખતે શક્યતા છે કે વધુ પ્રમાણમાં આ કૉમ્બેટ વ્હીકલ લેવામાં આવે તેથી મહિન્દ્રાની WhAPનું ટ્રાયલ ચાલી રહ્યું છે.

આનંદ મહિન્દ્રાએ પોતાના એક્સમાં લખ્યું કે મને તે વાતનો ગર્વ છે કે મહિન્દ્રા ડિફેન્સ ડીઆરડીઓ સાથે મળીને વર્લ્ડ ક્લાસ પ્રોડ્કટ બનાવે છે. તેમનો વિકાસ કરે છે. આ વ્હીલ્ડ આર્મર્ડ પ્લેટફોર્મ (WhAP)ના કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ અને ન્યૂક્લિયર (CBRN) વેરિએન્ટ છે. આ અનેક પ્રકારના એમ્ફિબિયસ ઓપરેશનમાં ભાગ લઈ શકે છે.

તેની ડિઝાઇન કોમ્પેક્ટ છે. જેમાં 600 હોર્સ પાવરનું ડીઝલ એન્જિન લાગેલું છે. આ ઘણાં ઉંચાઈવાળા સ્થાનો પર પણ ઓપરેશન કરી શકે છે. જેમાં સુરક્ષાની નવી ટેક્નીક જોડવામાં આવી છે. તેની અંદર હથિયારોની સાથે કુલ 11 લોકો બેસી શકે છે. તમે નીચે આપેલા વીડિયોમાં પાણીની અંદર તેને ચલાવવાની ક્ષમતા જોઈ શકો છો.

બીજા વીડિયોમાં તમે તેની સડક પર ચાલવાની તાકાત જોઈ શકો છો. આ હિમાલયની ઉંચાઈ પર પણ ઉમદા કામ કરી શકે છે. આ 8X8 પૈડાવાળું બખ્તરબંધ વાહન છે. બસ વર્ઝન થોડું બદલાયેલું છે. મને આશા છે કે ટૂંક સમયમાં જ આ વાહનને સેનામાં સામેલ કરવામાં આવી શકે છે.

રિમોન્ટથી ચાલતી મશીનગન લાગેલી હશે
આ વાહનનું ટ્રાંસમિશન ઓટોમેટિક છે. રસ્તા પર આ વધુમાં વધુ 95 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ભાગી શકે છે. જેની રેન્જ મહત્તમ 500 કિલોમીટર (મેદાની વિસ્તારોમાં) છે. જેની સુરક્ષા માટે બેલેસ્ટિક STANAG-2, બ્લાસ્ટ STANAG-1 લગાડવામાં આવ્યું છે. કે જેથી દુશ્મનના અનેક પ્રકારના હુમલાઓથી સૈનિકોને બચાવી શકાય. જેમાં 7.62 મિલિમીટરની RCWS એટલે કે રિમોટ કંટ્રોલ્ડ વેપન સ્ટેશન લાગેલું છે. એટલે કે ભારે મશીન ગન. જેના કારણે ગાડીની અંદર બેઠેલા સૈનિક રિમોટથી ચલાવી શકશે. તેને બહાર નીકળીને દુશ્મન પર નિશાન લગાડવાની જરુર નથી. તેનાથી તેમના જીવને કોઈ ખતરો નહીં હોય.

આ નર્વ, બિલ્સ્ટર, બ્લડ, ચોકિંગ જેવા કેમિકલ એટેકથી પણ સૈનિકોને બચાવી શકશે. બેક્ટેરિયા, વાયરસ, ફંગસ અને બાયો ટોક્સિન જેવા બાયોલોજિકલ હુમલાથી પણ બચાવશે. રેડિએશન અને ન્યૂક્લિયર હુમલામાં જવાનોના ગામા કિરણોથી બચાવશે. જેનું સસ્પેન્શન હાઈડ્રોન્યૂમેટિક છે. CBRN ડિટેક્ટશન કિટ 2 કિલોમીટર દૂરથી જ હુમલાની જાણ કરી લેશે. વાહનની અંદર જ ઓટોમેટિક વેધર સ્ટેશન લાગેલું છે. એડવાન્સ્ડ લેન્ડ નેવિગેશન સિસ્ટમ લાગેલું છે.