Cyclone Michaung Highlights: ભારતીય હવામાન વિભાગ (IMD)એ 4 ડિસેમ્બરની સાંજે આંધ્ર પ્રદેશમાં મછલીપટ્ટનમ અને ચેન્નાઈ વચ્ચે ચક્રવાતી તોફાનની આગાહી કરી છે. આ ચક્રવાતની અસર તમિલનાડુ અને આંધ્રપ્રદેશ પર વધુ પડશે. આ સાથે જ આ ચક્રવાતને કારણે તેલંગાણા, કેરળ અને કર્ણાટકના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે.
વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીને અડીને આવેલા દરિયાઈ વિસ્તાર પર નીચા દબાણનું ક્ષેત્ર શુક્રવારે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું હતું, જેને ચક્રવાતની રચનાની શરૂઆત માનવામાં આવે છે.
