Crime News: સુહાગરાતે જ વરરાજાને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો, લગ્નના છઠ્ઠા દિવસે કન્યા વિધવા થતા પરિવારમાં કલ્પાંત

મોડી રાતે બાથરૂમ જવા ઉભો થયેલો અમિત પગથિયા પરથી નીચે પટકાતા બેભાન થઈ ગયો હતો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 14 Mar 2025 04:39 PM (IST)Updated: Fri, 14 Mar 2025 04:39 PM (IST)
crime-news-groom-injured-on-first-night-of-marriage-died-in-delhi-aiims
HIGHLIGHTS
  • દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં અમિતે અંતિમ શ્વાસ લીધા

Crime News: ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં સુહાગરાતે ઘાયલ વરરાજાને સારવાર અર્થે દિલ્હીની હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેણે અંતિમ શ્વાસ લેતા, લગ્નના છઠ્ઠા દિવસે જ કન્યાને વિધવા બનવાનો વારો આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શાહજહાપુરમાં રહેતા અમિતકુમારના લગ્ન ગત 7 માર્ચના રોજ હાપુડના ગઢમુક્તેશ્વરમાં થયા હતા. કન્યા વિદાય બાદ સુહાગરાતે રાતે 2 વાગ્યાના અરસામાં અમિત બાથરૂમ જવા માટે ઉભો થયો હતો. આ દરમિયાન પગથિયા ચડતી વખતે તેનો પગ લપસતા તે નીચે પટકાયો હતો. અમિતની બૂમો સાંભળીને તેની પત્ની અંદરથી દોડી આવી હતી અને તેણે પરિવારના અન્ય સભ્યોને બોલાવ્યા હતા.

જે બાદ પરિવારના સભ્યો તાત્કાલિક અમિતને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે કિઠૌરની હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સઘન સારવાર માટે અમિતને દિલ્હી સ્થિતિ એઈમ્સ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ગુરુવારે રાતે અમિતનું મોત નીપજ્યું છે. આમ લગ્નના 6 દિવસમાં જ અમિતનું મોત થતાં તેની પત્ની વિધવા બની જતાં પરિવારના માથે આભ તૂટી પડ્યું છે. હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.