Cough Syrup Deaths: કોલ્ડ્રિફ કફ સિરપમાં ભેળસેળની પુષ્ટિ, ચેન્નાઈમાં કંપનીના માલિક રંગનાથનની ધરપકડ

કોલ્ડ્રિફ કફ સીરપને કારણે માત્ર મધ્ય પ્રદેશમાં જ નહિ અનેક રાજ્યોમાં પણ બાળકોના મોત સમાચાર સામે આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર કોલ્ડ્રિફ કફ સીરપમાં ભેળસેળની પુષ્ટિ થઈ છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Thu, 09 Oct 2025 09:51 AM (IST)Updated: Thu, 09 Oct 2025 09:52 AM (IST)
cough-syrup-deaths-sresan-pharma-owner-detained-by-mp-police-after-20-children-die-from-toxic-cough-syrup

Cough Syrup Deaths News: મધ્ય પ્રદેશમાં કોલ્ડ્રિફ કફ સીરપને કારણે ઓછામાં ઓછા 20 બાળકોના મોત થયા છે. આ કફ સિરપ તમિલનાડુની ફાર્માસ્યુટિકલ કંપની શ્રીસેન ફાર્મા દ્વારા બનાવવામાં આવી હતી. આ ભયાનક ઘટના બાદ આ કંપનીના માલિક રંગનાથનની ચેન્નાઈમાં મધ્ય પ્રદેશ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

કોલ્ડ્રિફ કફ સીરપને કારણે માત્ર મધ્ય પ્રદેશમાં જ નહિ અનેક રાજ્યોમાં પણ બાળકોના મોત સમાચાર સામે આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર કોલ્ડ્રિફ કફ સીરપમાં ભેળસેળની પુષ્ટિ થઈ છે. જેણે લોકોના સ્વાસ્થ્ય સામે સવાલો ઉભા કર્યા છે. મહત્વનું છે આ સિરપને મોટા પાયા પર મધ્ય પ્રદેશને આપવામાં આવી હતી અને તેના સેવનથી અનેક બાળકો મોતને ભેટ્યાં.

શ્રીસન ફાર્માના માલિક રંગનાથનની ધરપકડ

છિંદવાડાના એસપી અજય પાંડેએ એએનઆઈને કહ્યું કે શ્રીસન ફાર્માના માલિક રંગનાથનની ધરપકડ કરવામાં આવી છે. તેને ચેન્નાઈની કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા બાદ તેને મધ્ય પ્રદેશ લાવવામાં આવશે. રંગનાથનની ધરપકડ બાદ પોલીસ અને સ્વાસ્થ્ય વિભાગે શ્રીસેન ફાર્મા કંપની સામે તપાસ તેજ કરી દીધી છે.

સીરપની બનાવટમાં ભેળસેળ

પ્રારંભિત તપાસમાં એવું સામે આવ્યું છે કે સીરપની બનાવટમાં ગુણવતાના કેટલાક માપદંડોને નજરઅંદાજ કરવામાં આવ્યા, જેના પરિણામ સ્વરુપે તે બજારમાં પહોંચી. એમપી પોલીસે ચેન્નાઈની કંપનીના કાર્યાલય પર દરોડા પાડ્યા અને કેટલાક દસ્તાવેજો જપ્ત કર્યા. અધિકારીઓનું કહેવું છે કે આ મામલે અન્ય કેટલાક લોકોની પણ ધરપકડ થઈ શકે છે.

શ્રીસેન ફાર્મા કંપની સામે કાર્યવાહી શરુ થઈ ગઈ છે. લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોલ્ડ્રિફ સિરપનો ઉપયોગ બંધ કરે અને જો આ કફ સિરપ તેમના બાળકોએ આપી હોય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર પર મુલાકાત લઈ ડોક્ટરની સલાહ લે.