યુપી ચૂંટણીમાં સપા દ્વારા કોંગ્રેસને 26 બેઠકો આપવાની જાહેરાત પર ભડક્યા સાંસદ ઇમરાન મસૂદ; કહ્યું- "શું અમે ભિખારી છીએ? અમે તો બેઠકો માંગી પણ નહોતી"

એક મીડિયા અહેવાલ મુજબ, ઇમરાન મસૂદે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે, મને આ બિલકુલ સમજાતું નથી, આ મારી સમજની બહાર છે. આ અંગે પાર્ટી હાઈકમાન્ડે જ નિર્ણય લેવો પડશે. શું અમે ભિખારી છીએ? શું તમે અમારી સાથે આવો વ્યવહાર કરશો કે અમે તમારી પાસે બેઠકોની માંગણી પણ નથી કરી અને તમે 26 બેઠકોની જાહેરાત કરી દીધી?

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 25 Nov 2026 11:14 AM (IST)Updated: Wed, 25 Nov 2026 11:14 AM (IST)
congress-mp-imran-masood-slams-samajwadi-party-over-26-seats-announcement-in-up-assembly-elections-gujarati-news
યુપી ચૂંટણી

UP Politics Seat Sharing: ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે બેઠકોની વહેંચણીની ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે સમાજવાદી પાર્ટી (SP) દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરાતા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. સપા દ્વારા કોંગ્રેસ માટે 26 બેઠકો ફાળવવાની જાહેરાત પર કોંગ્રેસ સાંસદ ઇમરાન મસૂદ (Imran Masood) એ આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે આ પગલાને અપમાનજનક ગણાવતા સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે કોંગ્રેસે બેઠકોની માંગણી જ નથી કરી, તો એકતરફી જાહેરાત કેમ કરવામાં આવી?

'મારા જેવા સ્વાભિમાની વ્યક્તિને આ વાત સમજાતી નથી': ઇમરાન મસૂદ

એક મીડિયા અહેવાલ મુજબ, ઇમરાન મસૂદે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે, "મને આ બિલકુલ સમજાતું નથી, આ મારી સમજની બહાર છે. આ અંગે પાર્ટી હાઈકમાન્ડે જ નિર્ણય લેવો પડશે. શું અમે ભિખારી છીએ? શું તમે અમારી સાથે આવો વ્યવહાર કરશો કે અમે તમારી પાસે બેઠકોની માંગણી પણ નથી કરી અને તમે 26 બેઠકોની જાહેરાત કરી દીધી?"

તેમણે વધુમાં ઉમેર્યું કે, "અમે તો તમારી પાસે બેઠકો માંગી જ નહોતી. જો તમારી કામ કરવાની પદ્ધતિ એવી હોય કે તમે તમારી શરતો થોપશો, તો મારા જેવા સ્વાભિમાની વ્યક્તિને આવી વાતો સમજમાં આવતી નથી."

સોમવારે દિલ્હીમાં થઈ હતી બેઠક

સપા અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણી અંગે સોમવારે દિલ્હીમાં વાતચીત શરૂ થઈ હતી. સપાના પ્રમુખ રાષ્ટ્રીય મહાસચિવ દ્વારા કોંગ્રેસને 26 બેઠકોની યાદી સોંપવામાં આવી હોવાની વાત સામે આવી હતી. ત્યારબાદ મંગળવારે સપા પ્રમુખે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, “જીતનારી 26 બેઠકોથી શરૂઆત થઈ છે, હળીમળીને સમજદારીથી વાત હજુ આગળ વધશે.”

સૂત્રો મુજબ કોંગ્રેસને ફાળવાયેલી સંભવિત 26 બેઠકોની યાદી

રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર, સપા દ્વારા કોંગ્રેસને આપવાની વાત થઈ રહી છે તે 26 બેઠકો અગાઉ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી 54 બેઠકોની કથિત યાદીમાં પણ સામેલ હતી:

ક્રમ વિધાનસભા બેઠકોના નામ
1 થી 9 રામપુર ખાસ, ફરેંદા, મથુરા, ખેરાગઢ, જગદીશપુર, કિદવઈ નગર, બાગપત, મોદીનગર, હાપુડ
10 થી 18 જેવર, સ્યાના, ખુર્જા, ખૈર, ઇગલાસ, માંટ, આગ્રા ઉત્તર, ફતેહપુર સીકરી, બિલગ્રામ-મલ્લાવાં
19 થી 26 ગોવિંદ નગર, નાનપારા, ગોરખપુર શહેર, ખજની, પડરૌના, ફાઝિલનગર, પિંડરા, વારાણસી કેન્ટ

હાલ સપાના આ એકતરફી નિર્ણય બાદ કોંગ્રેસના સ્થાનિક નેતાઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે, ત્યારે હવે કોંગ્રેસ હાઈકમાન્ડ આ ગઠબંધન અને બેઠકોની ફોર્મ્યુલા પર શું વલણ અપનાવે છે તેના પર સૌની નજર ટકી છે.