કોકરોચ જનતા પાર્ટીમાં મોટું સંગઠન વિસ્તરણ, જાણો કોને મળી નવી જવાબદારી

કોકરોચ જનતા પાર્ટી (CJP) એ સંગઠન વિસ્તારની જાહેરાત કરી છે. રાષ્ટ્રીય પ્રવક્તા અને સંયુક્ત સચિવો સહિત નવી ઝોનલ સમિતિઓની યાદી જુઓ.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 25 Aug 2026 06:27 PM (IST)Updated: Tue, 25 Aug 2026 06:27 PM (IST)
cockroach-janta-party-announces-major-organisational-expansion-with-new-appointments

Cockroach Janta Party Expansion: કોકરોચ જનતા પાર્ટી (CJP) એ પોતાના સંગઠનાત્મક માળખાને વધુ મજબૂત કરવા, સ્થાનિક સ્તરે નેતૃત્વ વિકસાવવા અને જમીની સ્તરે કામગીરીને વેગ આપવાના ઉદ્દેશ્યથી નવી નિમણૂકો જાહેર કરી છે. આ સંગઠન વિસ્તાર હેઠળ મુખ્યત્વે ઉત્તર, પશ્ચિમ અને પૂર્વીય ઝોન માટે વિશેષ સમિતિઓ તેમજ રાષ્ટ્રીય કક્ષાએ નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.

સંગઠન સંયુક્ત સચિવ

પાર્ટીના નેટવર્કને મજબૂત કરવા અને વિવિધ ઝોનની પ્રવૃત્તિઓમાં સુમેળ સાધવા માટે નીચેના નેતાઓની નિમણૂક કરવામાં આવી છે-

  • રેખા શર્મા
  • અક્ષય શિંદે
  • પ્રેમ આકાશ
  • અનામ ઉઝ્ઝમા
  • બાલકૃષ્ણ શુક્લા

રાષ્ટ્રીય પ્રવક્તા

પાર્ટીનો પક્ષ અને નીતિઓ માધ્યમો સમક્ષ સબળ રીતે મૂકવા માટે બે નવા રાષ્ટ્રીય પ્રવક્તા બનાવવામાં આવ્યા છે-

  • સુધીર સાંગવાન
  • સિદ્ધાંત ભારદ્વાજ

ઝોનલ સમિતિઓ

પાર્ટીએ જમીની સ્તર પર સંગઠનનું કામકાજ સંભાળવા માટે ત્રણ મુખ્ય ઝોન માટે કમિટીઓની રચના કરી છે-

  • ઉત્તર ઝોન સમિતિ
  • પશ્ચિમ ઝોન સમિતિ
  • પૂર્વીય ઝોન સમિતિ

ઝોન મુજબ નવી નિમણૂંકો

નોર્થ ઝોન કોઓર્ડિનેશન કમિટીમાં આદેશ પ્રધાન ગુર્જર, આઝાદ મોહિત અને મોહમ્મદનો સમાવેશ થાય છે. તેમાં ફરહાન ખાન, વિશેષ કરનવલ, ઉજ્જવલ પાંડે, પૂજા સૈની, આફતાબ સિંહ વિર્ક, અર્શદીપ સિંહ કોચર, ઝાહિદ અહેમદ માલે, મહવિશ અલી, શ્રેષ્ઠ સિંહ ખેરા, અજય દેશવાલ, ડૉ. વિવેક સાંગવાન, મુકેશ ઓલરાઉન્ડર, રામ ઝાકડ, હર્ષ કાર્તિકેય સિંહ અને વકીલ આરુષિ ઘાઈનો સમાવેશ થાય છે.

પશ્ચિમ ઝોનની સંકલન સમિતિમાં ડૉ. નીતિન દિઘે, જયસિંહ શેરે, દુર્ગેશ કુહીકે, નીલાક્ષી વાનખેડે, સરોષ શેઠ, રોહિત પટેલ, અનિકેત શિવહરે, રામ પટેલ, વેદ ત્રિવેદી અને પ્રિતેશ ચાવડાનો સમાવેશ થાય છે.

ઈસ્ટ ઝોન કોઓર્ડિશેન કમિટીમાં શેખ મારુફ ઉદ્દીન, દેદીપ્ય ગાંગુલી, શેખ અબ્દુલ હફીઝ, પરકાર્તિ સાહુ, રાકેશ રંજન સામલ, સ્વપ્નિલ મિશ્રા, આશુતોષ રંજન, ખુશ્બુ વહાબ ચૌધરી, મયંક પાંડે, સતીશ યાદવ, અસલમ ખાન, રસિકા ખરે, સચિન કૌશલ્ય, મોહન કુમાર, કૌશલ્ય અને મોહન પટેલનો સમાવેશ થાય છે.

પાર્ટીએ કહ્યું કે આ નિમણૂકોનો હેતુ દેશભરમાં એક મજબૂત અને વધુ સક્રિય સંગઠન બનાવવાનો છે.