Action Against Terrorists:જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદીઓ અને સેના વચ્ચે અથડામણ શરુ, પોલીસે પણ સંભાળ્યો મોરચો

જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદીઓ અને સેના વચ્ચે અથડામણ શરુ થઈ છે, સેનાની સાથે પોલીસે પણ કાર્યવાહી શરુ કરી છે. આ અંગે કાશ્મીરના જોન પોલીસે એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 18 Nov 2026 07:55 AM (IST)Updated: Wed, 18 Nov 2026 07:55 AM (IST)
clashes-between-terrorists-and-the-army-have-erupted-once-again-in-jammu-and-kashmir-the-police-have-also-taken-up-positions

Action Against Terrorists:જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદીઓ અને સેના વચ્ચે અથડામણ શરુ થઈ છે, સેનાની સાથે પોલીસે પણ કાર્યવાહી શરુ કરી છે. આ અંગે કાશ્મીરના જોન પોલીસે એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે, જોઈન્ટ ઓપરેશન હેઠળ જમ્મુ-કાશ્મીર પોલીસે મોરચો સંભાળી લીધો છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા ઘણા દિવસથી સેના આતંકીઓ સામે મોટી કાર્યવાહીમાં લાગી છે.

સંયુક્ત ટીમોએ આતંકીઓ સામે મોરચો ખોલી દીધો

આ અંગે સામે આવેલી વિગતો પ્રમાણે આજે સવારે કુલગામ વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ શરુ થઈ છે. પોલીસ અને સેનાના જવાનોની સંયુક્ત ટીમોએ આતંકીઓ સામે મોરચો ખોલી દીધો છે.આ દરમિયાન પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે, સોમવારે એકાઉન્ટરમાં માર્યો ગયેલા બે આતંકી નિસાર ડાર અને લતીફ ભટે સાથે મળીને 10 નવેમ્બરના રોજ સીઆરપીએફ જવાનોના કાફલા પર હુમલો કરતા પહેલા અનેક ઠેકાણાની રેકી કરી હતી. આ સાથે પોલીસે બન્ને આતંકીઓને લઈને અનેક મહત્વના ખુલાસા કર્યા છે.

માસ્ટરમાઈન્ડ નાસીર અને ભટ સામે

પોલીસે જણાવ્યું કે સીઆરપીએફ કાફલા પર જે હુમલો કરવામાં આવ્યો હતો તેના માસ્ટરમાઈન્ડ નાસીર અને ભટ બન્ને હતા. તો બીજી તરફ પોલીસ તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે, નિસાર અને ભટ બન્ને 10 અને 11 નવેમ્બરના રોજ સીઆરપીએફ ટુકડી પર હુમલો કર્યો હતો તેના સીસીટીવી ફૂટેજ સામે આવી ગયા છે.

લશ્કરના કમાન્ડર લતીફની મદદ

જમ્મુ-કાશમીર પોલીસે શેર કરેલા સીસીટીવીમાં એ સ્પષ્ટ થયું છે કે આ બન્ને આતંકવાદીઓએ ભારતીય સેનાના જવાનો પર હુમલો કરતા પહેલા અખરાન, મીર બાર,હબલીશ અને કિલમ વિસ્તારમાં રેકી કરી હતી. તો બીજી તરફ પોલીસે એ પણ જણાવ્યું કે, નિસારના પરિવારે પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી કે, નિસાર ગુમ થયેલ છે. હાલમાં પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે લશ્કરના કમાન્ડર લતીફની મદદ કરવામાં ઉમર નિસારની સાથે કોણ કોણ સામેલ છે.

CRPF ટૂકડી પર થયેલા હુમલા બાદ લેવાયા મોટા નિર્ણયો

તમને જણાવી દઈએ કે CRPF ટૂકડી પર થયેલા હુમલા બાદ સરકાર પણ એક્શનમાં આવી છે અને આદેશ આપ્યો છેકે, હવે જમ્મુ-કાશ્મીરમાં ડ્યૂટી દરમિયાન સેનાના જવાનોએ ફરજીયાત હેલમેટ અને બુલેટપ્રુફ જેકેટ પહેરવું પડશે. તમને જણાવી દઈએ કે, 11 નવેમ્બર CRPF ની ટૂકડી પર થયેલા હુમલામાં કેટલાક જવાનો ઘાયલ થયા હતા.