International Lawyers Conference 2023: મોદી સરકાર દ્વારા બોલાવવામાં આવેલ વિશેષ સત્રમાં મહિલા આરક્ષણ બિલ કરવામાં આવ્યું છે. આ બિલને AIMIM સિવાય તમામ પક્ષોએ સમર્થન આપ્યું છે. ત્યારે શનિવારના રોજ ભારતના ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચૂડએ કહ્યું કે, મહિલા આરક્ષણ બિલ પાસ કરાવવામાં સંસદમાં કરેલા તમામ પક્ષોના પ્રયાસો પર ગર્વ હોવો જોઈએ.
બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય અધિવક્તા સંમેલનના ઉદ્ધાટન સત્રને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, આવી ભાવના સંવિધાનના નિર્માણ દરમિયાન જોવા મળી હતી, જ્યારે પક્ષપાતી અને પરસ્પર વિરોધી વિચારધારાઓથી ઉપર ઉઠીને સભ્યો સંવિધાનના મુસદ્દો તૈયાર કરવા માટે એક સાથે આવ્યા હતા.
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચૂડએ વધુમાં કહ્યું કે, ન્યાય સુધી પહોંચને સુવિધાજનક બનાવવા માટે સંસ્થાગત સહકાર જ રસ્તા છે. તેમણે રાષ્ટ્ર, સંસ્થાનો અને વ્યક્તિઓની વચ્ચે જોડાણની આવશ્યક્તા પર પ્રકાશ પાડ્યો છે. જ્યાં ન્યાયતંત્ર કાનૂનના શાસનને જાળવી રાખે છે, ત્યાં બાર એક મહત્ત્વની ભૂમિકા ભજવે છે. વકીલ વ્યાવસાયિક કાર્યક્ષમતા અને ક્રોસ બોર્ડર ટ્રાન્જેક્શનમાં મદદ કરે છે અને રાષ્ટ્રીય કલ્યાણ અને આર્થિક વિકાસમાં યોગદાન આપે છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
