Chandra Grahan 2025 Livestreaming: વર્ષ 2025નું બીજું અને સૌથી મોટું ચંદ્ર ગ્રહણ 7 અને 8 સપ્ટેમ્બર, 2025ના રોજ જોવા મળશે. આ ખગોળીય ઘટના 'બ્લડ મૂન' તરીકે ઓળખાય છે. ભારત સહિત વિશ્વભરમાં તેનો નજારો જોવા મળશે. ભારતમાં લોકો તેને ખુલ્લી આંખે સ્પષ્ટપણે જોઈ શકશે.
ક્યારે છે ચંદ્ર ગ્રહણ?
આ ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બર, 2025ની રાત્રે શરૂ થશે અને લગભગ 3.5 કલાક સુધી ચાલશે. ભારતીય સમયાનુસાર ગ્રહણની શરૂઆત 7 સપ્ટેમ્બરે રાત્રે 8:58 વાગ્યે પર થશે અને 8 સપ્ટેમ્બરે વહેલી સવારે 2:25 વાગ્યે સમાપ્ત થશે. આ દરમિયાન ચંદ્ર લાલ રંગનો દેખાશે, જેને 'બ્લડ મૂન' કહેવાય છે. આ અદ્ભુત દ્રશ્ય લગભગ 82 મિનિટ સુધી દેખાશે. 'બ્લડ મૂન'નો સમય 7 સપ્ટેમ્બરની રાત્રે 11:00 વાગ્યાથી શરૂ થઈને 8 સપ્ટેમ્બરે 12:22 વાગ્યા સુધી ચાલશે.
ચંદ્ર ગ્રહણ લાઈવ કેવી રીતે જોવું?
જે લોકો એવા પ્રદેશમાં નથી કે જ્યાંથી ચંદ્ર ગ્રહણ દેખાશે, તેઓ પણ તેને લાઈવ મોબાઈલ કે લેપટોપ પર પણ જોઈ શકે છે. Timeanddate.com પર એક સિટી લુકઅપ ટૂલ ઉપલબ્ધ છે, જ્યાં તમે તમારા શહેરનું નામ દાખલ કરીને ચંદ્રગ્રહણનો ચોક્કસ સમય જાણી શકો છો. ઇટાલિયન ખગોળશાસ્ત્રી જિયાનલુકા માસી દ્વારા સંચાલિત 'વર્ચ્યુઅલ ટેલિસ્કોપ પ્રોજેક્ટ' YouTube પર આ ચંદ્રગ્રહણ અને “બ્લડ મૂન”નું સીધું પ્રસારણ કરશે.
તમે સીધા timeanddate.com/live પર જઈને 7 સપ્ટેમ્બર, 2025ની રાત્રે તેને લાઈવ જોઈ શકો છો. NASA YouTube Channel પણ આવા મોટા ખગોળીય કાર્યક્રમોનું YouTube Live Streaming કરે છે. તમે Space.com અને Drikpanchang.com જેવા પ્લેટફોર્મ પણ લાઈવ અપડેટ્સ જોઈ શકશો.
ક્યાં-ક્યાં દેખાશે પૂર્ણ ચંદ્ર ગ્રહણ?
7-8 સપ્ટેમ્બરે થનારું આ પૂર્ણ ચંદ્ર ગ્રહણ એશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને યુરોપના વિવિધ ભાગોમાં દેખાશે. ભારતમાં, દિલ્હી, મુંબઈ, કોલકાતા, પુણે, લખનૌ, હૈદરાબાદ અને ચંદીગઢ જેવા મોટા શહેરોમાંથી તે સ્પષ્ટપણે જોઈ શકાશે. જોકે, તેની દૃશ્યતા હવામાનની અનુકૂળતા પર નિર્ભર રહેશે, એટલે કે વાદળો, વરસાદ કે પ્રદૂષણ અવરોધ બનશે તો તેને જોવું અઘરું રહેશે.