Padma Awards 2025: પહ્મ પુરસ્કાર 2025ની જાહેરાત; ખેડૂત, કઠપુતળી કલાકાર સહિત આ 30 હસ્તીની થઈ પસંદગી, જાણો આ માહિતી

દેશની પહેલી મહિલા કઠપુતળી કલાકાર સહિત 30 ગુમનામ નાયકોને કેન્દ્રએ પહ્મશ્રીથી સન્માનિત કરવાનો નિર્ણય કર્યો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 25 Jan 2025 08:47 PM (IST)Updated: Sat, 25 Jan 2025 09:24 PM (IST)
central-government-announced-padma-awards-2025

Padma Awards 2025: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શનિવારે પહ્મ પુરસ્કાર 2025ની જાહેરાત કરી છે. મધ્ય પ્રદેશના સામાજીક ઉદ્યોગ સાહસિક સૈલી હોલ્કર, મરાઠી લેખક મારુતિ ભુજંગરાવ ચિતમપલ્લી, કુવૈતના યોગ શિક્ષિકા શેખા એજે અલ સબા, ઉત્તરાખંડના ટ્રાવેલ બ્લોગર દંપતી હ્યૂગ અને કોલીન ગેન્ટજરને પહ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે.

દેશની પહેલી મહિલા કઠપુતળી કલાકાર સહિત 30 ગુમનામ નાયકોને કેન્દ્રએ પહ્મશ્રીથી સન્માનિત કરવાનો નિર્ણય કર્યો છે. ભીમ સિંહ ભાવેશ, પી દત્તાચનમૂર્તિ, એલ હંગથિંગ અને ડોક્ટર નીરજા ભટલાને પણ પહ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવશે.

આ ઉપરાંત ગોવાન 100 વર્ષના સ્વતંત્રતા સેનાની લીબિયા લોબો સરદેસાઈ અને પશ્ચિમ બંગાળના ઢાક વાદક ગોકુળચંદ્ર દાસને પણ આ સન્માનિત યાદીમાં સ્થાન મળ્યું છે.

ગુજરાતમાંથી આ હસ્તીઓને મળ્યું સન્માન
સાબરકાંઠાના સુરેશભાઈ સોનીને પદ્મશ્રી, સુરેન્દ્રનગરના લવજીભાઈ પરમારને પણ પદ્મશ્રી એવોર્ડ , તુષાર શુક્લને પદ્મ શ્રી,
કૌમુદિની લાખિયાને પદ્મ વિભૂષણ, પંકજ પટેલને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવશે.

દેશના આ હીરો વિશે જાણો

  • દિલ્હીના ગાયનેકોલોજિસ્ટ ડૉ.નીરજા ભટલાને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે.નીરજાએ ગર્ભાશય ગ્રીવાના કેન્સરને લગતા સંશોધન કરવા, તેનાનિવારણ અને સંચાલનને લઈ વિશેષ યોગદાન આપ્યું છે.
  • ભોજપુરના સમાજસેવક ભીમ સિંહ ભાવેશને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે.છેલ્લા 22 વર્ષથી તેઓ તેમની સંસ્થા 'નયી આશા' દ્વારા સમાજમાં સૌથી હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમૂહોના ઉત્થાન માટે કામ કરી રહ્યા છે.
  • થાવિલ વાદક પી દત્તાચનમૂર્તિને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે.તે દક્ષિણ ભારતીય સંગીત અને સંસ્કૃતિ સાથે સંકળાયેલ શાસ્ત્રીય તાલ વાદ્ય, થાવિલનો વાદક છે. દત્તાચનમૂર્તિ પાસે પાંચ દાયકાનો બહોળો અનુભવ છે.
  • નાગાલેન્ડના ખેડૂત એલ હેંગથિંગને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. હેંગથિંગ નોકલાકનો રહેવાસી છે. હેંગથિંગને બિન-દેશી ફળોની ખેતીમાં 30 વર્ષથી વધુનો અનુભવ છે.
  • ગોવાના સ્વતંત્રતા આંદોલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર લિબિયા લોબો સરદેસાઈને પણ પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. તેમણે પોર્ટુગીઝ શાસન સામે લોકોને એક કરવા માટે વર્ષ 1955માં 'વોઝ દા લિબર્ડાબે (સ્વતંત્રતાનો અવાજ)'નામના ભૂગર્ભ રેડિયો સ્ટેશનની સહ-સ્થાપના કરી.
  • પશ્ચિમ બંગાળના 57 વર્ષીય ઢાક વાદક ગોકુલ ચંદ્ર ડે,પુરસ્કાર વિજેતા, પુરુષ-પ્રધાન સમાજમાં 150 મહિલાઓને તાલીમ આપીને લિંગ રૂઢિપ્રથાઓ તોડી હતી. ડેએ એક એવું ઢાક પણ બનાવ્યું જે પરંપરાગત વાદ્ય કરતાં 1.5 કિલો હલકું છે.તેમણે વિવિધ આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. ખાસ વાત એ છે કે ડેએ પંડિત રવિશંકર અને ઉસ્તાદ ઝાકીર હુસૈન સાથે પરફોર્મ કર્યું છે.
  • મહિલા સશક્તિકરણના કટ્ટર સમર્થક, 82 વર્ષીય સેલી હોલ્કરે લુપ્ત થતી મહેશ્વરી કળાને પુનર્જીવિત કરી. એટલું જ નહીં તેમણે મધ્યપ્રદેશના મહેશ્વરમાં એક હેન્ડલૂમ સ્કૂલની સ્થાપના પણ કરી. સેલીનો જન્મ અમેરિકામાં થયો હતો. પરંતુ રાણી અહલ્યાબાઈ હોલકરના વારસાથી પ્રેરિત થઈને, તેમણે 300 વર્ષ જૂના વણાટ વારસાને પુનર્જીવિત કરવા માટે તેમના જીવનના પાંચ દાયકા સમર્પિત કર્યા.