Gyanesh Kumar Family:ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનો IAS-IPSથી ભરેલો પરિવાર; દિકરીઓ અને જમાઈ શું કરે છે તે જાણો

ભારતના મુખ્ય ચૂંટણી વડા જ્ઞાનેશ કુમારના પરિવારમાં 4 IAS ઓફિસર ઉપરાંત બે IRS અને એક IPS અધિકારી ધરાવે છે. આ ઉપરાંત આશરે 28 ડોક્ટરો પણ આ પરિવારનો ભાગ છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 25 Sep 2026 06:30 PM (IST)Updated: Fri, 25 Sep 2026 06:30 PM (IST)
cec-gyanesh-kumars-family-is-full-of-ias-and-ips-officers-what-do-his-daughters-and-soninlaw-do

Gyanesh Kumar Family:ભારતના મુખ્ય ચૂંટણી વડા જ્ઞાનેશ કુમારના પરિવારમાં 4 IAS ઓફિસર ઉપરાંત બે IRS અને એક IPS અધિકારી ધરાવે છે. આ ઉપરાંત આશરે 28 ડોક્ટરો પણ આ પરિવારનો ભાગ છે.

જ્ઞાનેશ કુમારની IIT-હાર્વર્ડથી IAS-CEC સુધીની સફર

ભારતના મુખ્ય ચૂંટણી વડા(CEC) જ્ઞાનેશ કુમારનો પરિવાર એડમિનિસ્ટ્રેટીવ સર્વિસિસ અને શિક્ષણ સેક્ટરમાં ખૂબ જ નોંધપાત્ર છે. તેમનો પરિવાર ભારતના સૌથી શિક્ષિત પરિવારો પૈકીનો એક પરિવાર છે.

જ્ઞાનેશ કુમાર વર્ષ 1988 બેંચના કેરલ કેડરના IAS અધિકારી છે. તેમણે IIT કાનપુરથી ગ્રેજ્યુએશન બાદ હાર્વર્ડ ઈન્સ્ટીટ્યુટ ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટમાંથી ડિગ્રી હાંસલ કરી છે.

વર્તમાન સમયમાં તેઓ દેશના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે જવાબદારી ધરાવે છે. તેમના પિતા ડોક્ટર સુબોધ કુમાર ગુપ્તા ચીફ મેડિકલ સુપ્રીનટેન્ડેન્ટ પદ પરથી નિવૃત્ત થયા છે. 

દિકરીઓ અને જમાઈ

CEC જ્ઞાનેશ કુમારની મોટી દીકરી મેધા રુપમ વર્ષ 2014 બેંચની ઉત્તર પ્રદેશ કેડરની IAS અધિકારી છે. તેણે UPSCમાં અખિલ ભારતીય 10મો રેન્ક હાંસલ કર્યો હતો.

શટિંગ ચેમ્પિયન અને રાજ્ય રેકોર્ડ હોલ્ડર મેધા વર્તમાન સમયમાં નોઈડા (ગૌતમ બુદ્ધ નગર)ની જિલ્લા અધિકારી છે અને આ પદ પર પ્રથમ મહિલા DM બની છે. 

તેમના પિતા મનીષ બંસલ એટલે કે જ્ઞાનેશ કુમારના જમાઈ પણ વર્ષ 2014 બેંચના IAS અધિકારી છે. તેમણે ઓલ ઈન્ડિયા રેન્ક 53 હતો. IIT દિલ્હીથી એન્જીનિયરિંગ-M.tech કરનાર મનીષ અગાઉ સહારનપુર અને હવે આગ્રાના DM છે. બન્નેની મુલાકાત LBSNAA ટ્રેનિંગ દરમિયાન થઈ હતી અને બાદમાં બન્નેએ લવ મેરેજ કર્યાં. 

જ્ઞાનેશ કુમારની નાની દિકરી અભિશ્રી IRS અધિકારી છે. તેઓ UPSC 2017 બેંચની IRS અધિકારી છે. તેમણે દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજથી શિક્ષણ મેળવ્યું અને UPSC 2017માં ઓલ ઈન્ડિયા રેન્ક 297 હાંસલ ક્યો.

અત્યારે અભિશ્રી આવક વેરા વિભાગમાં આસિસ્ટન્ટ કમિશ્નર તરીકે જવાબદારી ધરાવે છે. તેમના પતિ અક્ષય લાબરુ પણ વર્ષ 2017 બેંચના IAS અધિકારી છે.વર્તમાન સમયમાં અક્ષય જમ્મુ-કાશ્મીર (શ્રીનગર)માં ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ-કમ ડેપ્યુટી કમિશ્નર તરીકે જવાબદારી ધરાવે છે.

IAS, IPS અધિકારીઓ અને ડોક્ટરોથી ભરેલો પરિવાર

જ્ઞાનેશ કુમારના નાના ભાઈ મનીષ કુમાર IRS અધિકારી છે. તેમની બહેન રોલીના પતિ ઉપેન્દ્ર જૈન મધ્યપ્રદેશમાં ADG રેન્કના IPS અધિકારી હતા. પરિવારમાં ચાર IAS અધિકારીઓ, બે IRS અધિકારીઓ, એક IPS અધિકારી અને આશરે 28 ડોક્ટરોનો સમાવેશ થાય છે.