Cash For Query: મહુઆ મોઇત્રાની મુશ્કેલી વધી શકે છે, એથિક્સ કમિટીએ સાંસદ પદ રદ કરવાની ભલામણ કરી

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 08 Nov 2023 10:11 PM (IST)Updated: Wed, 08 Nov 2023 10:12 PM (IST)
cash-for-query-mahua-moitras-trouble-may-rise-ethics-committee-recommends-disqualification-as-mp

Cash For Query: કેશ ફોર ક્વેરી મામલે TMCના સાંસદ મહુઆ મોઇત્રાની મુશ્કેલી સતતને સતત વધી રહી છે. હવે સૂત્રો દ્વારા માહિતી મુજબ લોકસભાની એથિક્સ કમિટીએ મહુઆને સાંસદ પદેથી હટાવી દેવાની ભલામણ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ- સમિતિએ કેશ ફોર ક્વેરીના મામલાની સમયબદ્ધ તપાસની ભલામણ કરી છે. દર્શન હીરાનંદાનીથી રોકડ લેવડદેવડના મામલે ભારત સરકાર સમક્ષ તપાસની ભલામણ પણ કરી છે.

સમિતિએ લોગઈન આઈડી અને પાસવર્ડ શેર કરવાના આરોપમાં કહ્યું કે- આ ગંભીર ગુના માટે મહુઆને કડક સજા મળવી જોઈએ. કેશ ફોર ક્વેરી વિવાદે તૂલ પકડ્યા બાદ મહુઆ મોઇત્રાએ સ્વીકાર્યું હતું કે તેમણે બિઝનેસમેન દર્શન હીરાનંદાનીને લોકસભા વેબસાઈટના પોતાના લોગઈન આઈડી અને પાસવર્ડ શેર કર્યા હતા. કે જેથી તેઓ સવાલ કરી શકે.

એથિક્સ કમિટીએ BSP સાંસદ દાનિશ અલીના વર્તનની પણ નિંદા કરી છે. જો 2 નવેમ્બરે મહુઆ મોઇત્રાએ એથિક્સ કમિટી પર આપત્તિજનક સવાલ પૂછવાના આરોપ લગાવ્યા હતા. એથિક્સ કમિટી મુજબ જે બાદ દાનિશ અલીએ સવાલો તોડી મરોડીને રજૂ કર્યા, જનતાની ભાવના ભડકાવી અને સમિતિના અધ્યક્ષ અને સભાપતિનું અપમાન કર્યું હતું.

શું છે મામલો
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ આરોપ લગાવ્યો હતો કે મહુઆ મોઇત્રાએ સંસદીય આઈડીનો પોતાનો લોગઈન પાસવર્ડ શેર કર્યો હતો જ્યાંથી બીજી વ્યક્તિએ ગૌતમ અદાણીને ઘેરવા માટે સંસદમાં સવાલો ઉઠાવ્યા હતા.

નિશિકાંત દુબેએ દાવો કર્યો હતો મહુઆ મોઇત્રાએ બિઝનેસમેન દર્શન હીરાનંદાનીને લોકસભા વેબસાઈટનું લોગઈન એક્સસ આપ્યું હતું. આ વાતની ફરિયાદ દુબેએ IT મંત્રીને કરી હતી. આ આરોપને મહુઆએ ખોટા ગણાવ્યા હતા. જો કે બાદમાં બિઝનેસમેન હીરાનંદાનીએ કબુલ્યું હતું કે મહુઆએ સવાલ માટે સંસદના લોગઈન પાસવર્ડ તેમણએ આપ્યા હતા.

આ મામલો એથિક્સ કમિટીની પાસે પહોંચ્યો હતો,જેના પર સુનાવણી પણ શરુ થઈ હતી. પરંતુ ત્યાં હોબાળો થયો હતો. મહુઆ સાથે કમિટીમાં સામેલ વિપક્ષી સાંસદોએ આરોપ લગાવ્યો હતો કે કમિટીએ અંગત સાલ પૂછ્યા હતા જે બાદ તેમણે મીટિંગનો બહિષ્કાર કર્યો હતો. મહુઆએ આરોપ લગાવ્યો હતો કે એથિક્સ કમિટીએ તેમણે એવું પૂછ્યું કે રાતના સમયે કોની સાથે વાત કરો છો? જે અંગે મહુઆએ કહ્યું હતું કે એથિક્સ કમિટી તેણે ગંદા સવાલો પૂછે છે અને તેનું ચીરહરણ કર્યું હતું.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.