Cash For Query: કેશ ફોર ક્વેરી કેસમાં મહુઆ મોઇત્રાની મુશ્કેલી વધી રહી છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ દાવો કર્યો છે કે હવે મહુઆ મોઇત્રા વિરુદ્ધ CBI તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.
નિશિકાંત દુબેએ ટ્વીટ કર્યું કે- લોકપાલે આજે મારી ફરિયાદ પર આરોપી સાંસદ મહુઆના રાષ્ટ્રીય સુરક્ષાને ગીરો રાખીને ભ્રષ્ટચાર કરવા પર CBI ઈન્કવાયરીના આદેશ આપ્યા છે.
लोकपाल ने आज मेरे कम्प्लेन पर आरोपी सांसद महुआ जी के राष्ट्रीय सुरक्षा को गिरवी रखकर भ्रष्टाचार करने पर CBI inquiry का आदेश दिया
— Dr Nishikant Dubey (@nishikant_dubey) November 8, 2023
મહુઆએ પણ ટ્વીટ કર્યું
CBI તપાસના આદેશ આવવા પર મહુઆએ પણ ટ્વીટ કર્યું છે. તેણે કહ્યું- CBIએ પહેલા 13 હજાર કરોડના અદાણી કોલ સ્કેમ પર FIR કરવી જોઈએ. કઈ રીતે બિન ભરોસામંદ અદાણી ફર્મ ભારતીય પોર્ટ ખરીદી રહી છે, જે રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો છે. જે બાદ CBIનું મારા જૂતાં ગણવા માટે સ્વાગત છે.
આ પણ વાંચો
For media calling me- my answer:
— Mahua Moitra (@MahuaMoitra) November 8, 2023
1. CBI needs to first file FIR on ₹13,000 crore Adani coal scam
2. National security issue is how dodgy FPI owned (inc Chinese & UAE ) Adani firms buying Indian ports & airports with @HMOIndia clearance
Then CBI welcome to come, count my shoes
શું છે મામલો
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ આરોપ લગાવ્યો હતો કે મહુઆ મોઇત્રાએ સંસદીય આઈડીનો પોતાનો લોગઈન પાસવર્ડ શેર કર્યો હતો જ્યાંથી બીજી વ્યક્તિએ ગૌતમ અદાણીને ઘેરવા માટે સંસદમાં સવાલો ઉઠાવ્યા હતા.
નિશિકાંત દુબેએ દાવો કર્યો હતો મહુઆ મોઇત્રાએ બિઝનેસમેન દર્શન હીરાનંદાનીને લોકસભા વેબસાઈટનું લોગઈન એક્સસ આપ્યું હતું. આ વાતની ફરિયાદ દુબેએ IT મંત્રીને કરી હતી. આ આરોપને મહુઆએ ખોટા ગણાવ્યા હતા. જો કે બાદમાં બિઝનેસમેન હીરાનંદાનીએ કબુલ્યું હતું કે મહુઆએ સવાલ માટે સંસદના લોગઈન પાસવર્ડ તેમણએ આપ્યા હતા.
આ મામલો એથિક્સ કમિટીની પાસે પહોંચ્યો હતો,જેના પર સુનાવણી પણ શરુ થઈ હતી. પરંતુ ત્યાં હોબાળો થયો હતો. મહુઆ સાથે કમિટીમાં સામેલ વિપક્ષી સાંસદોએ આરોપ લગાવ્યો હતો કે કમિટીએ અંગત સાલ પૂછ્યા હતા જે બાદ તેમણે મીટિંગનો બહિષ્કાર કર્યો હતો. મહુઆએ આરોપ લગાવ્યો હતો કે એથિક્સ કમિટીએ તેમણે એવું પૂછ્યું કે રાતના સમયે કોની સાથે વાત કરો છો? જે અંગે મહુઆએ કહ્યું હતું કે એથિક્સ કમિટી તેણે ગંદા સવાલો પૂછે છે અને તેનું ચીરહરણ કર્યું હતું.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
