Cash For Quarry: મહુઆ મોઇત્રા પોતે જ બોલ્યાં હતાં અપશબ્દ, ગંદા સવાલોના આરોપો પર સોનકરનો પલટવાર

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 03 Nov 2023 06:14 PM (IST)Updated: Fri, 03 Nov 2023 06:14 PM (IST)
cash-for-quarry-sonkar-hits-back-at-allegations-of-profanity-dirty-questions-spoken-by-mahua-moitra-herself

Cash For Quarry: મહુઆ મોઇત્રાએ ગુરુવારે બપોરે એથિક્સ કમિટીની બેઠકની બહાર નીકળ્યા બાદ સમિતિના અધ્યક્ષ વિનોદ સોનકરે પણ ગંભીર આરોપ લગાવ્યા હતા. હવે TMC નેતાના આરોપ પર સોનકરનો જવાબ આવ્યો છે. સોનકરે કહ્યું કે- મોઇત્રાએ માત્ર તપાસ દરમિયાન જવાબ આપવાથી બચવા માટે હોબાળો કર્યો. સોનકરે શુક્રવારે બપોરે સંવાદદાતાઓને કહ્યું- મહુઆ મોઇત્રાને માત્ર આરોપોથી જોડાયેલા સવાલ પૂછવામાં આવ્યા. તે પછી હીરાનંદાનીની એફિડેવિટ હોયકે નિશિકાંત દુબેનું આવેદન. તેમણે તે વાતનો અધિકાર હતો કે તેઓ ઈચ્છે તે સવાલનો જવાબ આપી શકતા હતા અને જેનો જવાબ આપવા ન માગતા હોય તેણે ટાળી શક્યા હોત.

સોનકરે કહ્યું- આવું કરવાની બદલે મહુઆએ માત્ર તપાસમાં અડચણ ઊભી કરવા માટે આ હોબાળો ઊભો કર્યો. તેમણે એથિક્સ કમિટીના અધ્યક્ષો અને સભ્યો માટે જે પ્રકારના શબ્દોનો ઉપયો કર્યો તે એક સાંસદ કે એક મહિલાને શોભા નથી દેતા. તેઓ જવાબ આપવાથી બચવા માંગતા હતાં અને તપાસમાં અડચણ ઊભી કરવા માંગતા હતાં.

TMC સાંસદ મહુઆ મોઇત્રાએ અન્ય વિપક્ષી સભ્યોની સાથે ગુરુવારે લોકસભા એથિક્સ કમિટીની બહાર આવી ગયા અને પેનલના અધ્યક્ષો પર તેમણે વ્યક્તિગત અને અનૈતિક તેમજ ગંદા સવાલ પૂછવાનો આરોપ લગાવ્યો હતો. બેઠકન બહાર નીકળતા જ મહુઆ મોઇત્રાએ સંવાદદાતાઓને કહ્યું- આ કયા પ્રકારની બેઠક હતી? તેઓ દરેક પ્રકારના ગંદા સવાલો પૂછી રહ્યાં હતા. તેઓ કંઈ પણ બકવાસ કરી રહ્યાં હતા. જે બાદ મોઇત્રાએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને એક પત્ર લખ્યો. મહુઆ મોઇત્રાએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને આરોપ લગાવ્યો કે પૈસા લઈને સવાલ પૂછવાના અંગેના આરોપને લઈને એથિક્સ કમિટી સમક્ષ રજૂ થઈ હતી જે દરમિયાન અનૈતિક, અશોભનિય, પૂર્વાગ્રહપૂર્ણ વ્યવહાર કરાયો હતો.

મોઇત્રાએ કડક શબ્દોમાં પત્રમાં લખ્યું- હું આજે ઘણી જ વ્યથિત થઈને તમને પત્ર લખી રહી છું કે જેથી તમને એથિક્સ કમિટીની સુનાવણી દરમિયાન સમિતિના અધ્યક્ષ દ્વારા મારી સાથે કરેલા અનૈતિક, ધૃણિત અને પૂર્વાગ્રહપૂર્ણ વ્યવહાર અંગે જાણકારી આપી શકું. રુઢિપ્રયોગની ભાષામાં કહું તો તેમણે સમિતિના તમામ સભ્યોની હાજરીમાં મારું વસ્ત્રાહરણ કર્યું.

તેમણે કહ્યું- સમિતિએ પોતાને આચાર સમિતિ સિવાય અન્ય કોઈ નામ આપવું જોઈએ કેમકે તેમાં કોઈ આચાર અને નૈતિકતા રહી નથી. વિષયને લગત પ્રશ્નો પૂછવાને બદલે અધ્યક્ષે દુર્ભાવનાપૂર્ણ અને સ્પષ્ટ રીતે અપમાનજનક રીતે મને સવાલો કર્યા. આ દરમિયાન હાજર 11 સભ્યોમાંથી પાંચ લોકોએ તેનો વિરોધ કરતા મારી સાથે બહિષ્કાર કર્યો હતો.

આચાર સમિતિની બેઠક અચાનક જ સમાપ્ત થયા બાદ નિશિકાંત દુબે અને સોનકરે પલટવાર કર્યો હતો. ગુરુવારની સાંજે બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં સોનકરે કહ્યું હતું કે- અધ્યક્ષ તેમજ સભ્યો વિરુદ્ધ આપત્તિજનક શબ્દોનો પ્રયોગ કરાયો. તેમણે કહ્યું- જવાબ આપવાની જગ્યાએ તેઓ ગુસ્સે થઈ ગયાં અને અધ્યક્ષ તેમજ સમિતિના સભ્યો માટે અસંસદીય ભાષાનો ઉપયોગ કર્યો. દાનિશ અલી, ગિરધારી યાદવ સહિત અન્ય વિપક્ષી સાંસદોએ સમિતિ પર આરોપ લગાડવાનો પ્રયાસ કર્યો અને વૉકઆઉટ કર્યું. સમિતિ મળશે અને આ પ્રકારના અસંસદીય વ્યવહાર માટે આગળની કાર્યવાહી પર નિર્ણય લેશે.

ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ એક્સ પર વિનોદ સોનકર પ્રત્યે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું અને દાવો કર્યો કે વિનોદ કુમારને બિહારી ગુંડા અને ઝારખંડી કુતરો જેવા અપમાનજનક નામોથી બોલાવવામાં આવ્યા હતા. ભાજપના સાંસદ દુબેએ લખ્યું- અનુસૂચિત જાતિથી આવતા એથિક્સ કમિટીના અધ્યક્ષ વિનોદ સોનકરજી જે કમિટીમાં ગાળા ગાળી, સંસદમાં હરામી સાંસદોનું કહેવું, બિહારી ગુંડા, ઝારખંડી કુતરા જો રાષ્ટ્રીય સુરક્ષાને ભ્રષ્ટાચારના થોડા પૈસા માટે વેચનારા મહુઆજીને મહિલા હોવાનું પ્રમાણ છે તો તેમના ભ્રષ્ટાચારને મદદ કરનારાઓ વિપક્ષી સાંસદોને પ્રણામ. ઓછામાં ઓછું વિક્ટિમ કાર્ડ તો યોગ્ય રીતે રમો.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.