Marathi Row: મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાને લઈને રાજકારણ ગરમાયું છે, ત્યારે હવે મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને ભાજપ નેતા આશીષ સેલારે મરાઠી ભાષાના નામે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) પાર્ટીની ગુંડાગર્દીની સરખામણી પહલગામ આતંકવાદી હુમલા સાથે કરી છે.
આશિષ શેલારે જણાવ્યું કે, પહલગામમાં આતંકવાદીઓએ ધર્મ પૂછીને નિર્દોષ હિન્દુ પ્રવાસીઓ પર હુમલો કરીને તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. આવી જ રીતે મહારાષ્ટ્રમાં પણ ભાષાના આધારે હુમલો કરવામાં આવી રહ્યા છે. જે દુઃખદ છે.
આ પણ વાંચો
રાજ્યની સૌથી મોટી પાર્ટી હોવાના કારણે ભાજપ માત્ર મરાઠી લોકો જ નહીં, પરંતુ બિન-મરાઠી લોકોની પણ રક્ષા કરશે. મરાઠી અમારા માટે કોઈ રાજકીય મુદ્દો નથી.
#WATCH | Mumbai: On Marathi language row, Maharashtra Minister Ashish Shelar says, "All these incidents cause pain, suffering, and mental distress. In Pahalgam, they shot them after asking about their religion. And here they beat up the innocent Hindus just because of the… pic.twitter.com/rXAa3iskQc
— ANI (@ANI) July 6, 2025
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં લોકોને ધર્મ પૂછવામાં આવ્યો અને પછી ગોળી ધરબી દેવામાં આવી. મહારાષ્ટ્રમાં પણ લોકો પર ભાષાને આધારે હુમલા કરવામાં આવી રહ્યા છે. એક હિન્દુ દ્વારા બીજા હિન્દુને ફટકારવામાં આવતો જોઈને આવા નેતાઓને મજા આવી રહી છે.
જણાવી દઈએ કે, રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) રાજ્યમાં મરાઠી ભાષાને લઈને ખૂબ જ આક્રમક જોવા મળ રહી છે. તાજેતરમાં જ MNS કાર્યકર્તાઓએ મરાઠી ના બોલવાના કારણે દુકાનદારને થપ્પડ મારી દીધો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
महाराष्ट्र में मनसे कार्यकर्ताओं ने मराठी न बोलने पर एक दुकानदार को थप्पड़ मार दिया !! pic.twitter.com/JHU6CSVrJM
— Sachin Gupta (@SachinGuptaUP) July 1, 2025
એવામાં જાણીતા બિઝનેસમેન સુશિલ કેડિયાનું નિવેદન સામે આવ્યું હતુ. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હું 30 વર્ષથી મહારાષ્ટ્રમાં રહું છુ અને મને મરાઠી નથી આવડતી. તેમણે રાજ ઠાકરેને ટેગ કરતાં લખ્યું કે, હું મરાઠી નહીં શીખુ, બોલો તમારે શું કરવું છે? સુશિલ કોડિયાની આ પોસ્ટ પર ભડકેલા MNS કાર્યકર્તાઓએ તેમની ઑફિસમાં જઈને તોડફોડ કરી હતી.
એવામાં ભાજપ નેતા આશિષ શેલારનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે મુંબઈ થપ્પડકાંડની સરખામણી પહલગામ આતંકવાદી હુમલા સાથે કરીને જણાવ્યું કે, ત્યાં લોકોને ધર્મના આધારે મારવામાં આવ્યા. જ્યારે અહીં મુંબઈમાં હિન્દુઓને માત્ર તેમની ભાષાના કારણે મારવામાં આવી રહ્યા છે. આખરે બન્નેમાં ફરક શું છે?
