Ayodhya Deepotsav 2026: સરયૂના 56 ઘાટ 30 લાખ દીવડાઓથી ઝગમગ્યા, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામલલાની આરતી ઉતારી

રામનગરી અયોધ્યામાં 10મા ભવ્ય દીપોત્સવ પર સરયૂ નદીના 56 ઘાટ પર 30 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા, જેમાં CM યોગી અને ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને આરતી કરી હતી. આ દરમિયાન લેઝર શો, શોભાયાત્રા અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ પણ યોજાઈ હતી, જેના માટે સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 07 Nov 2026 08:23 PM (IST)Updated: Sat, 07 Nov 2026 08:23 PM (IST)
ayodhya-deepotsav-2026-over-30-lakh-diya-illuminated-across-56-saryu-ghats-cm-yogi-performs-aarti

Ayodhya Deepotsav 2026: રામનગરી અયોધ્યામાં આજે 10મી વખત ભવ્ય દિપોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત અયોધ્યાની સરયુ નદીના કિનારે 56 ઘાટો પર 30 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા છે. આ સાથે જ સરયુ ઘાટ પર લેસર શૉ થકી રામાયણ દર્શાવવામાં આવી છે. અગાઉ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભગવાન રામ અને સીતા માતાની આરતી પણ ઉતારી હતી.

મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણનની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામ મંદિરમાં દીપ પ્રગટાવીને દિપોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. સવારે 10 વાગ્યે સાકેત મહાવિદ્યાલયથી શ્રીરામ રાજ્યાભિષેક શોભાયાત્રા સાથે દીપોત્સવ શરૂ થયો હતો.

Diwali Muhurat Trading 2026: તોફાની તેજી વચ્ચે શેર બજારનો સમય, MCX શેડ્યૂલ અને SIP અંગે મોટું અપડેટ


લગભગ 3 કિલોમીટરનું અંતર કાપીને આ શોભાયાત્રા રામકથા પાર્ક પહોંચી હતી. જેમાં ઉત્તર પ્રદેશ સરકારની સિદ્ધિઓ દર્શાવતી 14 ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર રહી. આ શોભાયાત્રામાં દેશના 14 રાજ્યોના 500થી વધુ કલાકારોએ પોત-પોતાની લોકસંસ્કૃતિઓ અને પરંપરાની અદ્દભૂત પ્રસ્તુતિ કરી હતી.


જેમ-જેમ આ શોભાયાત્રા આગળ વધતી ગઈ, તેમ-તેમ અયોધ્યામાં વાતાવરણ ભક્તિમય બની ગયું હતુ. અયોધ્યાવાસીઓએ ઠેર-ઠેર પુષ્પવર્ષા કરીને કલાકારોનું ભવ્ય સ્વાગત કર્યું હતુ. આ તકે જય શ્રીરામના જયઘોષથી અયોધ્યાનગરી ગુંજી ઉઠી હતી. જ્યારે કેટલાક લોકો પોતાના મોબાઈલમાં આ ઐતિહાસિક ક્ષણ કેદ કરતા જોવા મળ્યા હતા.

અયોધ્યામાં પ્રતિકાત્મકરૂપે ભગવાન શ્રીરામ, માતા સીતા અને લક્ષ્મણ રથ પર સવાર થયા, ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને નાયબ મુખ્યમંત્રી સહિતના પદાધિકારીઓએ રામરથ ખેંચીને રામકથા પાર્ક સ્થિત ભવ્ય રામ દરબારના મંચ સુધી લાવવામાં આવ્યો હતો.

અયોધ્યામાં ભક્તોની ભારે ભીડને જોતા વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. સમગ્ર શહેરમાં 2500થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ અયોધ્યાનગરની અલગ-અલગ ઝોનમાં વિભાજિત કરવામાં આવી છે. જેમાં મુખ્ય વિસ્તારની અંદર જ લગભગ 18 સેક્ટર બનાવવામાં આવ્યા છે, જે તમામમાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. આ સાથે જ વાહનોની અવરજવરને ધ્યાનમાં રાખીને ટ્રાફિક ડાયવર્ઝન પણ આપવામાં આવ્યા છે.