Real Blow To Kejriwal: કેજરીવાલને અસલી ઝાટકો રાઘવ ચઢ્ઢાએ નહીં પણ યુનિવર્સિટી ચલાવનાર અશોક મિત્તલે આપ્યો

અશોક કુમાર મિત્તલે એક મોટા ઉદ્યોગપતિમાંથી નેતા બન્યા છે અને શિક્ષણ સેક્ટર સાથે સંકળાયેલ છે. તેમણે લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 24 Apr 2026 07:01 PM (IST)Updated: Fri, 24 Apr 2026 07:01 PM (IST)
ashok-mittal-real-blow-to-kejriwal-was-dealt-not-by-raghav-chadha-but-by-man-who-run-a-lpu-univeristy-aap

Real Blow To Kejriwal: 2 એપ્રિલથી આમ આદમી પાર્ટી (AAP)એ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાના ઉપ-નેતા પદ પરથી હટાવવામાં આવ્યા ત્યારથી જ એવી અટકળો વહેતી થઈ હતી કે એક દિવસ રાઘવ ચઢ્ઢા પાર્ટી છોડી દેશે અને ભાજપમાં સામેલ થઈ જશે. જોકે અરવિંદ કેજરીવાલ સાથે અસલી ખેલ તો રાઘવ ચઢ્ઢાએ નહીં પણ અશોક મિત્તલે કર્યો છે. કારણ કે ચઢ્ઢાને જ કેજરીવાલે અશોક મિત્તલને રાજ્યસભામાં AAPના ઉપ-નેતા બનાવવામાં આવ્યા હતા. જોકે આજે તેઓ જ ભાજપમાં આવી ગયા છે.

શુક્રવારે જ્યારે રાઘવ ચઢ્ઢા દ્વારા રાજ્યસભાના અનેક સાંસદોએ પાર્ટીમાંથી રાજીનામુ આપ્યુ અને ભાજપમાં સામેલ થવાની જાહેરાત કરી આ દરમિયાન તેમાં અશોક મિત્તલ પણ સામેલ હતા. અશોક કુમાર મિત્તલે એક મોટા ઉદ્યોગપતિમાંથી નેતા બન્યા છે અને શિક્ષણ સેક્ટર સાથે સંકળાયેલ છે. તેમણે લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. જે પંજાબની મોટી યુનિવર્સિટીમાં સ્થાન ધરાવે છે. તેઓ વર્ષ 2022માં રાજકારણમાં આવ્યા હતા અને AAPની ટિકિટથી રાજ્યસભામાં સાંસદ બન્યા હતા.

જોકે તાજેતરમાં જ તે તપાસ એજન્સીઓની તપાસ હેઠળ આવ્યો છે. 15 એપ્રિલના રોજ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) એ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ તેમના અને તેમના વ્યવસાયો સાથે જોડાયેલા અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. ગુરુગ્રામ અને પંજાબના જલંધર અને ફગવાડામાં અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં લવલી ગ્રુપ સાથે જોડાયેલી સંસ્થાઓ અને મિલકતોનો સમાવેશ થાય છે.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તપાસ દરમિયાન LPU, TETR કોલેજ ઓફ બિઝનેસ અને માસ્ટર્સ યુનિયન સ્કૂલ ઓફ બિઝનેસ જેવી સંસ્થાઓની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત મિત્તલ અને તેમના પરિવાર સાથે સંકળાયેલા ઘરો અને વ્યવસાયિક પરિસરની પણ તપાસ કરવામાં આવી હતી.

અધિકારીઓનું કહેવું છે કે નાણાકીય અનિયમિતતાઓ અને વિદેશથી ભંડોળના પ્રવાહની શંકાના આધારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.