Delhi Election Results: અરવિંદ કેજરીવાલની (Arvind Kejriwal) હારને લઈને આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતિ માલિવાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જ્યારે તેમને ગુસ્સો આવે છે ત્યારે ગાળો બોલે છે, વસ્તુઓ તોડે છે, પણ આ વખતે આત્મમંથન કરવું જોઈએ…
પોતાની જ સીટને બચાવી ન શક્યા - સ્વાતિ માલિવાલ
સ્વાતિ માલિવાલે અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતાં કહ્યું કે ઘમંડ અને અહંકાર તૂટે જ છે. જે લોકોએ મારા ચરિત્ર પર સવાલો કર્યા, ગંદી વાતો કહી તે પોતે જ તેમની સીટ ન બચાવી શક્યા. આ બધું બતાવે છે કે ભગવાન છે. મને લાગે છે કે ઘમંડ અને અહંકાર તૂટે છે. તેમના કહેવા અને કરવામાં ઘણો ફરક છે. તેમને લાગ્યું કે એક સાંસદને તેઓ તેમના જ ઘરમાં લાતો અને મુક્કાઓથી માર મારશે. તેના ચારિત્ર્યને બદનામ કરશે અને જનતા તેમને માફ કરી દેશે. ના આવું નહીં થાય.
મેં આ પાર્ટીને 18 વર્ષ આપ્યા છે - સ્વાતિ માલિવાલ
આજતક સાથેની વાતચીતમાં સ્વાતિ માલીવાલે કહ્યું કે હું મારી પાર્ટી કેમ છોડી દઉં, મેં આ પાર્ટીને 18 વર્ષ આપ્યા છે. આ હાર ખૂબ મોટી છે. નેતૃત્વએ હવે વિચારમંથન કરવું જોઈએ, લોકોને મળવું જોઈએ અને તેમની સાથે વાત કરવી જોઈએ, કારણ કે આ સિવાય તમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. તેમણે કહ્યું કે આ હારનું દુ:ખ ખૂબ મોટું છે. આજે લોકોના સપના ચકનાચૂર થઈ ગયા છે.
અત્યારે અરવિંદ કેજરીવાલ ગુસ્સામાં હશે - સ્વાતિ માલિવાલ
સ્વાતિ માલીવાલે એમ પણ કહ્યું કે અરવિંદ કેજરીવાલ આ સમયે ગુસ્સાના મૂડમાં હશે, વિચાર-વિમર્શ માટે નહીં. તે ખૂબ ગુસ્સે થાય છે, અને જ્યારે તે ગુસ્સે થાય છે ત્યારે તે વસ્તુઓ તોડે છે, અપશબ્દો વાપરે છે. પોતાનો ગુસ્સો બાજુ પર રાખીને અરવિંદ કેજરીવાલે આ હાર વિશે મંથન કરવું જોઈએ.
