Delhi Election Results 2024: દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં આમ આદમી પાર્ટીની મોટી હાર થઈ છે. ત્યારે આ ચૂંટણીમાં મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી મુસ્તફાબાદ બેઠક પર ભાજપા નેતા મોહન સિહ બિષ્ટની જીત થઈ છે.
ભાજપા નેતા મોહન સિંહ બિષ્ટની જીત
ભાજપના આંતરિક સર્વેમાં સંકેત મળ્યો હતો કે કરાવલ નગરના મતદાતા કપિલ મિશ્રાની હિન્દુત્વ છબીને વધારે પસંદ કરે છે. જેના કારણે ભાજપે આ બેઠક પર તેમને બીજી વાર આ બેઠક પરથી મેદાને ઉતારવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને આ નિર્ણય તેમને ફળ્યો. જ્યારે કરાવલ નગરથી ધારાસભ્ય મોહન સિહ બિષ્ટને મુસ્તફાબાદથી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. તેઓ પણ ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા.
આ પણ વાંચો
મુસ્તફાબાદ સીટ કે જ્યાં રમખાણો થયા હતા
મુસ્તફાબાદ બેઠકની વાત કરીએ તો અહીં 39.5 ટકા મુસ્લિમ મતદાતા છે. AIMIM એ આ સીટથી આમ આદમી પાર્ટીના પૂર્વ પાર્ષદ અને 2020 દિલ્હી રમખાણોના આરોપી તાહિર હુસૈનને તેનો ઉમેદવાર બનાવ્યો હતો. આમ આદમી પાર્ટીએ અદીલ અહમદ ખાનને તેનો ઉમેદવાર બનાવ્યો હતો. મુસ્તફાબાદ ઉત્તર પૂર્વ દિલ્હીની સીટ છે. જ્યાં 2020 માં રમખાણો થયા હતા. આ રમખાણોમાં 53 લોકોના મોત થયા હતા.
મોહન સિંહ બિષ્ટને દિલ્હીની રાજનીતિના એક અનુભવી નેતા માનવામાં આવે છે. તેમણે 1998 માં કરાવલ નગરમાં ધારાસભ્યના રુપમાં તેમણે પહેલી વાર ચૂંટણી જીતી હતી અને 2008 સુધી તે બેઠક પર રહ્યા. 2015માં આમ આદમી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડતા બિષ્ટને કપિલ મિશ્રા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી 2020 માં બિષ્ટે ફરીથી કરાવલ નગરથી ચૂંટણી જીતી અને કપિલ મિશ્રાને હરાવ્યા.
મુસ્લિમ પ્રભુત્વ સીટ પર ઉમેદવારની પસંદગી કેવી રીતે કરી
ભાજપના આંતરિક સર્વેક્ષણમાં સૂચવવામાં આવ્યું હતું કે કરાવલ નગરના મતદારો કપિલ મિશ્રાની હિન્દુત્વ છબીને પસંદ કરે છે, જેના કારણે બિષ્ટને પાર્ટી દ્વારા બીજી બેઠક પર મોકલવામાં આવ્યા હતા. બિષ્ટે પાર્ટીના નિર્ણયને મોટી ભૂલ ગણાવી હતી, પરંતુ બાદમાં ભાજપે તેમને મુસ્તફાબાદથી મેદાનમાં ઉતાર્યા.
મોહન સિંહ બિષ્ટ પર લાગ્યો હતો આરોપ
2020 માં બિષ્ટ વિવાદમાં આવ્યા જ્યારે એક મહિલાએ તેમના પર રમખાણો દરમિયાન ટોળાનું નેતૃત્વ કરવાનો અને તેમની દુકાનને આગ લગાડવાનો આરોપ લગાવ્યો.
