Farooq Abdullah: કોંગ્રેસને વધુ એક ઝાટકો! ફારુખ અબ્દુલ્લાએ કહ્યું- નેશનલ કોન્ફરન્સ એકલા હાથે ચૂંટણી લડશે, NDA જોઈન કરવાના પણ સંકેત આપ્યા

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 15 Feb 2024 04:36 PM (IST)Updated: Thu, 15 Feb 2024 04:36 PM (IST)
another-blow-to-congress-farooq-abdullah-said-national-conference-will-contest-the-election-single-handedly-and-also-hinted-to-join-the-nda

Farooq Abdullah: જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના ચીફ ફારુખ અબ્દુલ્લાએ NDA ગઠબંધનમાં સામેલ થવાના સંકેત આપ્યા છે. મીડિયા સાથે વાત કરતા ફારુખે ક્લીયર કરી દીધું કે તેઓ કોઈ પણ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે. તેમની પાર્ટી નેશનલ કોન્ફરન્સ જમ્મુ કાશ્મીરમાં એકલા હાથે ચૂંટણી લડશે.

ફારુખે શ્રીનગરમાં હ્યું- હું સમજું છું કે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા અને લોકસભા ચૂંટણી એકસાથે થશે. જ્યાં સુધી સીટ વહેંચણીના ફોર્મૂલાની વાત છે તો હું જણાવી દઉં કે નેશનલ કોન્ફરન્સ એકલા હાથે ચૂંટણી લડશે અને આ અંગે કોઈ જ શંકા નથી.

ફારુખ અબ્દુલ્લાએ કહ્યું કે- મારે દેશ બનાવવા માટે જે કરવું પડશે તે કરીશ. તો વડાપ્રધાન અને ગૃહમંત્રી સાથે મુલાકાતના સવાલ પર કહ્યું કે જ્યારે તેઓ બોલાવશે તો કોણ વાત નહીં કરવા ઈચ્છે. તેમણે કહ્યું અમે લોકસભા અને વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડીશું. કોઈ પણ પાર્ટીની સાથે રહીને નહીં લડીએ. તો NDAમાં સામેલ થવા પર કહ્યું- અમે ભવિષ્યમાં NDAમાં સામેલ થવાની સંભાવનાઓને નકારતા નથી. તેમણે જણાવ્યું કે ઈન્ડિયા બ્લોકમાં સીટની વહેંચણી પર વાતચીત ફેલ થઈ ગઈ, જેના કારણે આ નિર્ણય લેવાયો છે.

બંગાળમાં એકલા ચૂંટણી લડશે મમતા
આ પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. પહેલા TMC દ્વારા કોંગ્રેસને બે સીટ ઓફર કરાઈ હતી પરંતુ કોંગ્રેસ નેતાઓના નિવેદનો અને નેતાઓ વચ્ચે તૂંતૂં-મેંમેં થવાથી TMCએ રાજ્યની 42 સીટ પર એકલા જ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

પંજાબમાં AAP એકલા જ ચૂંટણી લડશે
આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પંજાબમાં તમામ 13 લોકસભા સીટ પર એકલા જ ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી છે. પહેલા AAP દ્વારા કોંગ્રેસને 6 સીટની ઓફર કરાઈ હતી, પરંતુ બાદમાં વાતચીત ફેલ થઈ ગઈ. તો દિલ્હીમાં કોંગ્રેસને માત્ર એક જ સીટ ઓફર કરી છે, તે માટે પણ થોડા જ દિવસો અપાયા છે કે કોંગ્રેસ આ અંગે ક્લીયર કરે નહીંતર અમે તમામ સાતેય સીટ પર ઉમેદવારની જાહેરાત કરી દઈશું.

I.N.D.I.A ગઠબંધનથી અલગ થયા જયંત ચૌધરી
ઉત્તરપ્રદેશની વાત કરે તો I.N.D.I.A ગઠબંધન પર ખતરાના વાદળો મંડરાઈ રહ્યાં છે. જયંત ચૌધરીની રાષ્ટ્રીય લોકદળ ગઠબંધનથી અલગ થઈ ગયું છે. તેમણે ઔપચારિક રીતે NDAમાં સામેલ થવાની જાહેરાત કરી દીધી છે. તો સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસને 11 સીટની ઓફર કરી છે જેણે લઈને કોંગ્રેસ હજુ સુધી ક્લીયર નથી.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.