પઠાણકોટમાં હથિયારો સાથે XUVની લુટ ચલાવવામાં આવી, આતંકવાદી કનેક્શન હોવાની આશંકા સાથે આપવામાં આવ્યું હાઈ એલર્ટ

Pathankot high alert:પઠાણકોટ-જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા પઠાણકોટમાં ગનપોઇન્ટ પર એક XUV કારમાં લુટ ચલાવવાની ઘટના સામે આવી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 16 Nov 2026 12:26 PM (IST)Updated: Mon, 16 Nov 2026 12:26 PM (IST)
an-xuv-hijacked-at-gunpoint-in-pathankot-high-alert-has-been-issued-amid-suspicions-of-a-terrorist-connection

Pathankot high alert:પઠાણકોટ-જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા પઠાણકોટમાં ગનપોઇન્ટ પર એક XUV કારમાં લુટ ચલાવવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદથી ગુપ્તચર એજન્સીઓ તથા સુરક્ષાદળોને હાઈ એલર્ટ મોડ પર મુકવામાં આવ્યા છે. આ સમગ્ર વિસ્તારને હાઈ-એલર્ટ ઝોનમાં મુકીને કોઈ આતંકવાદી ઘટના છે કે કેમ તે અંગે વ્યાપક પ્રમાણમાં તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

જમ્મુ-કાશ્મીર પોલીસ તરફથી સાવધાની

આ ઘટનાની સંવેદનશીલ સ્થિતિને જોતા પંજાબ અને જમ્મુ-કાશ્મીર પોલીસ તરફથી સાવધાની દર્શાવવામાં આવી છે. સરહદ પરની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવી છે અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર નાકાબંધીને વધારવામાં આવી છે આ આ સાથે જ વ્યાપક પ્રમાણમાં તપાસ પણ હાથ ધરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓ તરફથી લૂટફાટને લગતી કોઈ ઘટના અંગે છે કે જેમ તેના આધારે સ્થાનિક પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા ટીમોએ તપાસને વ્યાપક બનાવી છે.