Cabinet Meeting:PM નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ આજે યોજાવા જઈ રહેલી મંત્રીમંડળની મહત્વની બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવે તેવી શક્યતા છે. જેમાં મહિલા તથા યુવાનોને લગતી વિવિધ યોજના, સુધારા તથા કલ્યાણ અને વિકાસ સંબંધિત વિવિધ યોજના અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવે તેવી શક્યતા છે.
કલ્યાણલક્ષી યોજના અંગે મહત્વની ચર્ચા
સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે PM મોદી એન્યુઅલ ભારત-આસિયાન પરિષદમાંથી પરત ફરતા હવે બુધવારે મંત્રીમંડળની મહત્વની બેઠક યોજાય અને અનેક મહત્વના નિર્ણય લેવામાં આવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ સપ્ટેમ્બર મહિનામાં મંત્રીમંડળની એક મહત્વની બેઠક યોજાઈ હતી અને આ બેઠકને ચિંતન શિબિર નામ આપવામાં આવ્યું હતું. અગાઉની આ બેઠકમાં દેશના છેવાડાના નાગરિકો સુધી સરકારી યોજનાને વધુ અસરકારક રીતે કેવી રીતે પહોંચી શકાય તે અંગે વ્યાપક મનોમંથન કરવામાં આવ્યું હતું. કલ્યાણલક્ષી યોજના અંગે અસરકાર પગલાંને લઈ મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા.
PM મોદીએ અગાઉ મંત્રીઓના ગ્રુપને સંબોધિત કરેલ
તે બેઠકમાં પ્રધાનમંત્રીને આઠ ગ્રુપમાં વહેચવામાં આવેલ હતું. PM મોદીએ દરેક ગ્રુપ સાથે અલગ-અલગ રીતે વાતચીત કરવા ઉપરાંત તમામ મંત્રીઓના ગ્રુપને પણ સંબોધિત કર્યાં હતા.
