Amarnath Yatra 2026: અમરનાથ યાત્રામાં શ્રદ્ધાનું ઘોડાપૂર! પ્રથમ સપ્તાહમાં જ 1.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન, બનશે નવો રેકોર્ડ

અમરનાથ યાત્રા 2026માં પ્રથમ સપ્તાહમાં જ 1.5 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા. પહેલગામ અને બાલતાલ રૂટ પર ઉત્તમ સુરક્ષા, સુવિધાઓ અને વ્યવસ્થાને યાત્રાળુઓએ વખાણી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 10 Jul 2026 10:43 AM (IST)Updated: Fri, 10 Jul 2026 10:43 AM (IST)
amarnath-yatra-2026-record-breaking-pilgrims-baba-barfani-ganderbal-police-jandk-administration

Amarnath Yatra 2026: શ્રી અમરનાથજી વાર્ષિક યાત્રા આ વર્ષે પહેલગામ અને બાલતાલ બંને રૂટ પર સરળતાથી અને શાંતિથી આગળ વધી રહી છે. 3 જુલાઈથી શરુ થયેલી આ પવિત્ર યાત્રાના પહેલા અઠવાડિયામાં જ 1.5 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ 'બાબા બર્ફાની' ના દર્શન કર્યા છે. દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફામાં પહોંચી રહ્યા છે, જે સ્પષ્ટ કરે છે કે, આ વર્ષે આ સંસ્કરણ તાજેતરના વર્ષો કરતા્ં વધુ ઉત્સાહજનક સાબિત થવાનું છે.

બંને રૂટ પર શ્રદ્ધાળુઓની સતત વધતી સંખ્યા આ મુશ્કેલ હિમાલય યાત્રા માટે લોકોની ઊંડી આધ્યાત્મિક શ્રદ્ધા દર્શાવે છે. અધિકારીઓ માને છે કે, જે ગતિથી શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. જો શ્રદ્ધાળુઓનું આગમન આ ગતિથી ચાલુ રહેશે તો 2026ની યાત્રા તાજેતરના વર્ષોમાં જોવા મળેલી યાત્રામાં ભક્તોની વધારે ભાગીદારી બની શકે છે. આગામી અઠવાડિયામાં ભીડ વધવાની અપેક્ષા છે.

યાત્રાળુઓએ શ્રેષ્ઠ વ્યવસ્થાની પ્રશંસા કરી

અમરનાથ યાત્રા કરી રહેલા યાત્રાળુઓએ જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે. યાત્રાળુઓ જણાવે છે કે, આ વર્ષે પૂરી પાડવામાં આવેલી સુવિધાઓ અત્યાર સુધીની શ્રેષ્ઠ સુવિધા છે. ખાસ કરીને બાલતાલ રૂટ પર વ્યવસ્થા, સુરક્ષા અને વ્યવસ્થાપનની ખૂબ પ્રશંસા થઈ રહી છે. યાત્રાળુઓએ નોંધ્યું હતું કે, રસ્તામાં અનેક સ્થળોએ તાત્કાલિક તબીબી સહાય ઉપલબ્ધ છે, અને સ્વચ્છતા અને પીવાના પાણી માટે મજબૂત વ્યવસ્થા કરવામાં આવી છે. કાર્યક્ષમ ટ્રાફિક અને ભીડ વ્યવસ્થાપનથી અંધાધૂંધી વિના સરળ અવરજવર સુનિશ્ચિત થઈ છે.

પોલીસ સહાયથી યાત્રા બની સરળ

યાત્રાળુઓએ ખાસ કરીને ગાંદરબલ પોલીસ અને ગાંદરબલ વહીવટી તંત્રની પ્રશંસા કરી છે. મજબૂત સુરક્ષા ઘેરો બનાવવાની સાથે સાથે પોલીસે ભીડને પણ આસાનીથી સંભાળી છે અને યાત્રા દરમિયાન સતત મદદ પૂરી પાડી છે. યાત્રા રુટ પર તૈનાત પોલીસ કર્મચારીઓ, વૃદ્ધો, મહિલાઓ, બાળકો અને જરુરિયાતમંદોને મુશ્કેલ સ્થળોએ પસાર થવામાં મદદ કરવા જોવા મળ્યા.

પોલીસ દ્વારા માર્ગ ભટકેલા લોકોને સાચો રસ્તો બતાવ્યો અને ઈમરજન્સીમાં ત્વરિત મદદ માટે પહોચ્યા હતા. વધુમાં, પોલીસ કર્મચારીઓની હાજરીએ યાત્રાળુઓમાં આત્મવિશ્વાસ અને ખાતરીની ભાવના જગાવી છે. દેશભરના યાત્રાળુઓ ભય વિના આ આધ્યાત્મિક યાત્રા કરી રહ્યા છે.

ખોવાયેલી વસ્તુઓ અને બિનવારસી રોકડ રકમને સંભાળીને રાખી

જાહેર સેવાની ભાવના દર્શાવતા, ગાંદરબલ પોલીસે અનેક યાત્રાળુઓને ખોવાયેલી વસ્તુઓ પરત કરી અને યાત્રા દરમિયાન મળેલી બિનવારસી રોકડ રકમ સુરક્ષિત કરી. અધિકારીઓએ જણાવ્યું કે, સાચા માલિકોને શોધવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ પોલીસની પ્રામાણિકતા અને જાહેર વિશ્વાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. યાત્રાળુઓ કહે છે કે, પોલીસના નિઃસ્વાર્થ પ્રયાસો અને દયાળુતાએ પવિત્ર ગુફા સુધીની તેમની યાત્રાને સુરક્ષિત, સરળ અને યાદગાર બનાવી. કાયદો અને વ્યવસ્થા જાળવવા ઉપરાંત, સેવાની આ ભાવના ગાંદરબલ પોલીસની ભૂમિકાને અલગ પાડી છે.

આ જ કારણ છે કે, વહીવટ, સુરક્ષા દળો અને નાગરિક વિભાગો વચ્ચેના સંકલનને કારણે, આ વર્ષની અમરનાથ યાત્રા પાછલા વર્ષોની તુલનામાં વધુ સુરક્ષિત, વધુ આરામદાયક અને વધુ સારી રીતે વ્યવસ્થિત માનવામાં આવી છે.