Gangotri-Yamunotri:ગંગોત્રી અને યમુનોત્રી ખાતે શ્રદ્ધાળુઓની સંખ્યામાં નવો રેકેર્ડ તૂટ્યો , 18.91 લાખથી વધારે લોકોએ કર્યાં દર્શન

ગંગોત્રી અને યમુનોત્રી ધામમાં આ વર્ષે તીર્થ યાત્રીઓની સંખ્યાએ અગાઉના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. મંગળવાર સુધીમાં આ બને તીર્થ સ્થાનો ખાતે કૂલ 18.91 લાખ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચુક્યા છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 11 Nov 2026 07:14 AM (IST)Updated: Wed, 11 Nov 2026 07:19 AM (IST)
alltime-record-for-number-of-pilgrims-broken-at-gangotri-and-yamunotri

Gangotri-Yamunotri:ગંગોત્રી અને યમુનોત્રી ધામમાં આ વર્ષે તીર્થ યાત્રીઓની સંખ્યાએ અગાઉના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. મંગળવાર સુધીમાં આ બને તીર્થ સ્થાનો ખાતે કૂલ 18.91 લાખ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચુક્યા છે. આ સંખ્યા ગયા વર્ષની તુલનામાં આશરે 4.89 લાખ વધારે છે.

જોકે, વર્ષ 2025માં ધરાલી આપદા તતા સ્યાનાચટ્ટી ખાતે યમુના નદીનો પ્રવાહમાં અવરોધ થવાથી યાત્રાને અસર થઈ હતી. મંગળવારે ગંગોત્રી ધાનના કપાટ બંધ કરવામાં આવ્યા છે.જ્યારે બુધવારે યમુનોત્રી ધામના કપાટ બંધ થાય ત્યા સુધીમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં હજુ પણ વધારો થઈ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ આ વર્ષે અક્ષય તૃતીય પર્વ પર 19 એપ્રિલના રોજ ખોલવામાં આવ્યા હતા. 19 એપ્રિલથી 15 સપ્ટેમ્બર સુધી બન્ને ધામોમાં આશરે 15 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં હતા. ચોમાસા બાદ યાત્રાના બીજા તબક્કામાં ત્રણ લાખ લોકોથી વધારે યાત્રીઓ ધામો ખાતે પહોંચ્યા હતા.ડિસ્ટ્રીક્ટ આપદા સંચાલન કેન્દ્ર પાસેથી મળેલી માહિતી પ્રમાણે વર્ષ 2025માં ગંગોધી ધામમાં 7,58,249 અને યમુનોત્રી ધામ ખાતે 6,44,637 શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં હતા. આ રીતે બન્ને ધામોમાં કૂલ 14,02,886 શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. આ વર્ષે ગંગોત્રી ધામ ખાતે 10,07,177 અને યમુનોત્રી ધામમાં 8,84,742 શ્રદ્ધાળું પહોંચ્યા હતા.