Farooq Abdullah: કાશ્મીરમાં સૈનિકો શહીદ થયા બાદ ફારુક અબ્દુલ્લાની માંગ- પાકિસ્તાન સાથે ભારત સરકાર વાતચીત કરે

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 14 Sep 2023 10:39 PM (IST)Updated: Thu, 14 Sep 2023 10:39 PM (IST)
after-the-martyrdom-of-soldiers-in-kashmir-farooq-abdullahs-demand-indian-government-should-talk-with-pakistan

Farooq Abdullah: અનંતનાગના ગડોલ વિસ્તારમાં ગઈકાલે આતંકવાદીઓના હુમલામાં ત્રણ જવાનો શહીદ થયા હતા. જેમાં બે સૈનિક સેનામાં ઓફિસર હતા અને એક જમ્મુ-કાશ્મીર પોલીસમાં DSP તરીકે ફરજ પર હતા. તેમની શહીદી બાદ સમગ્ર દેશ ગુસ્સામાં છે. હુમલા બાદ સેના અને પોલીસ આતંકીઓને શોધવા માટે ઓપરેશન ચલાવી રહી છે. આતંકવાદીઓના હુમલા બાદ જમ્મુ-કાશ્મીરના રાજકીય પક્ષોએ પોતાનું રાજકારણ ચમકાવવાનું શરૂ કરી દીધું છે.

નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાએ ફરી પડોશી દેશ પાકિસ્તાન સાથે વાતચીતની વકાલત કરી છે. ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે જ્યાં સુધી પાકિસ્તાન સાથે વાતચીત નહીં થાય ત્યાં સુધી આવી ઘટનાઓ બનતી રહેશે. તેથી પાકિસ્તાન સાથે વાત કરવી ખૂબ જ જરૂરી છે. તો જ ઘાટીમાં શાંતિ સ્થાપી શકાશે. ફારુક અબ્દુલ્લાની જેમ સૈફુદ્દીન સોઝે પણ કહ્યું કે પાકિસ્તાન સાથે વાતચીત જરૂરી છે. ભારત સરકારે વાતચીતની પ્રક્રિયા શરૂ કરવી જોઈએ.

ફારુક અબ્દુલ્લા અને સૈફુદ્દીન સોઝના આ નિવેદન પર ભાજપ અને JDUએ જવાબ આપતા કહ્યું કે પાકિસ્તાન આતંકની ફેક્ટરી છે. તેમની સાથે વાતચીત થઈ શકે નહીં. અમારી સેના આવા હુમલાનો સમયસર જવાબ આપશે. ભાજપના વરિષ્ઠ નેતા સૂફી યુસુફે કહ્યું કે કલમ 370 હટાવ્યા બાદ દિલ્હી અને શ્રીનગરમાં યોજાયેલી G-20ની સફળ બેઠકોને કારણે પાકિસ્તાન નર્વસ થઈ ગયું છે. તેમને અહીંની શાંતિની હવા પસંદ નથી. સૂફી યુસુફે કહ્યું કે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરીશું કે પાકિસ્તાન સામે બીજી સર્જિકલ સ્ટ્રાઈક થવી જોઈએ.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.