DUSU Elections:DUSU ચૂંટણીમાં ફરી વખત ABVPનો દબદબો, ત્રણ બેઠક પર મેળવી શાનદાર જીત, ઉપાધ્યક્ષનું પદ અપક્ષને મળ્યું

દિલ્હી યુનિવર્સિટી સ્ટુડેન્ટ યુનિયન ચૂંટણીના પરિણામોમાં ABVPએ ત્રણેય પદો પર જીત હાંસલ કરી છે. સચિવ પદ પર રિયા છાબડી અને સંયુક્ત સચિવ પદ પર લક્ષ્ય રાજ સિંહને જીત મળી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 19 Sep 2026 05:04 PM (IST)Updated: Sat, 19 Sep 2026 05:13 PM (IST)
abvp-dominates-dusu-elections-once-again-securing-impressive-victories-on-three-seats-in-dusu-elections

DUSU Elections:દિલ્હી યુનિવર્સિટી સ્ટુડેન્ટ યુનિયન(DUSU) ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે. શનિવારે સવારે 8 વાગ્યાથી નોર્થ કેમ્પસની યુનિવર્સિટી સ્પોર્ટ્સ સ્ટેડિયમના મલ્ટીપર્પઝ હોલ ખાતે ચાર કેન્દ્રીય પદો માટે મત ગણતરી પૂરી થઈ ગઈ છે અને હવે તે ઉમેદવારોના નામ જાહેર થયા છે કે જેમણે હવે DUSUનું સુકાન મળ્યું છે.

દિલ્હી યુનિવર્સિટી સ્ટુડેન્ટ યુનિયન ચૂંટણીના પરિણામોમાં ABVPએ ત્રણેય પદો પર જીત હાંસલ કરી છે. સચિવ પદ પર રિયા છાબડી અને સંયુક્ત સચિવ પદ પર લક્ષ્ય રાજ સિંહને જીત મળી છે. જ્યારે ઉપાધ્યક્ષ પદ પર અપક્ષ ઉમેદવાર દીપાંસુ શૌકીનને જીત મળી છે. 

 

ABVPએ DUSU ચૂંટણીમાં પોતાનો દબદબો યથાવત રાખતા ત્રણેય પદો પર કબ્જો કરી લીધો છે. અધ્યક્ષ પદ સહિત ત્રણ બેઠક ABVPએ જીતી લીધી છે. જ્યારે ઉપાધ્યક્ષ પદ પર અપક્ષ ઉમેદવારને જીત મળી છે.


વિજેતા ઉમેદવારોના નામ

  • યશ દબાસ, એબીવીપી પ્રમુખ
  • દીપાંશુ શોકીન, ઉપપ્રમુખ
  • રિયા છાબડી, એબીવીપી સેક્રેટરી
  • લક્ષ્ય રાજ, એબીવીપીના જોઈન્ટ સેક્રેટરી
ઉપાધ્યક્ષ પદ પર દીપાંશુ શૌકીનની જીત ઉપાધ્યક્ષ પદના પરિણામ ABVP અને NSUI થી અલગ રહી છે. આ પદ પર અપક્ષ ઉમેદવાર દીપાંશુ શૌકીનને જીત મળી છે. મતગણતરી દરમિયાન શૌકીન સતત મજબૂત આગેકૂચ જાળવી રાખી હતી અને છેવટે તેમણે ઉપાધ્યક્ષ પદ પોતાના નામે કરી લીધું