CJP Protest: જંતર મંતર પર પહોંચેલા AAP નેતા મનિષ સિસોદિયાનો કોંગ્રેસ કાર્યકરોએ હુરીયો બોલાવ્યો, પૂછ્યું- 'પંજાબમાં પેપર લીક થયા તેનો જવાબ આપો' 

છેલ્લા સાડા 4 વર્ષમાં પંજાબમાં 6 મોટી પરીક્ષામાં ગેરરીતિઓ સામે આવી છે. જેના કારણે લગભગ 6 લાખથી વધુ વિદ્યાર્થીઓને પ્રભાવિત થયા છે. જેની જવાબદારી તમારી આમ આદમી પાર્ટી સરકારની છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 25 Jul 2026 10:39 PM (IST)Updated: Sat, 25 Jul 2026 10:39 PM (IST)
aap-leader-manish-sisodia-heckled-by-congress-at-cjp-neet-protest-jantar-mantar

CJP Protest: NEET પેપર લીક મુદ્દે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા દિલ્હીના જંતર મંતર પર ચાલી રહેલા આંદોલનના (Jantar Mantar Protest) અંતે આખરે આજે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ ઉપરથી રાજીનામું (Dhamendra Pradhan Resign) આપી દીધુ છે. જે બાદ પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલયનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. એવામાં આમ આદમી પાર્ટીના નેતા મનિષ સિસોદિયાને વિરોધનો સામનો કરવો પડ્યો છે.

હકીકતમાં ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંના સમાચાર સામે આવતા જ જંતર-મંતર પર આંદોલનકારીઓ દ્વારા જીતની ઉજવણી કરવામાં આવી રહી હતી. આ સમયે અનેક વિરોધી પાર્ટીઓના નેતાઓ જંતર મંતર પહોંચ્યા હતા, જ્યાં તેમણે આંદોલનકારીઓને શુભેચ્છા પાઠવી હતી.

Navsari Flood: ભારે વરસાદ બાદ ભારતીય સેનાની પ્રશંસનીય કામગીરી, મરાઠા યુનિટ દ્વારા જળમગ્ન વિસ્તારોમાં ફસાયેલા 63 લોકોનું સફળ રેસ્ક્યુ

આ સમયે દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનિષ સિસોદિયા પણ દિલ્હીના જંતર-મંતર પર આંદોલનકારીઓને મળવા પહોંચ્યા હતા. જો કે મનિષ સિસોદિયાને જોતા જ ત્યાં ઉપસ્થિત યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા તેમનો હુરિયો બોલાવવામાં આવતા આપ નેતા ભોંઠા પડી ગયા હતા.

 

પંજાબમાં સાડા ચાર વર્ષમાં 6 પરીક્ષામાં ગેરરીતિ થઈ તેનો જવાબ આપો

મનિષ સિસોદિયાને જંતર-મંતર પર આવેલા જોતા જ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ તેમને ઘેરી લીધા હતા અને પુછ્યું હતું કે, છેલ્લા સાડા 4 વર્ષમાં પંજાબમાં 6 મોટી પરીક્ષામાં ગેરરીતિઓ સામે આવી છે. જેના કારણે લગભગ 6 લાખથી વધુ વિદ્યાર્થીઓને પ્રભાવિત થયા છે. જેની જવાબદારી તમારી આમ આદમી પાર્ટી સરકારની છે. પેપર લીકની નૈતિક જવાબદારી તમારી પણ છે, તમે યુવાનોની આશા પર ખરા નથી ઉતર્યા.

બીજી તરફ ભાજપે પણ મનિષ સિસોદિયાને આડેહાથ લીધા છે. તમે જ કહ્યું હતું કે, જો પંજાબમાં પેપર લીક થયું હોત, તો તેઓએ રાજ્યના શિક્ષણ મંત્રીનું રાજીનામું લઈ લીધુ હોત. ભાજપે પૂછ્યું કે, પંજાબમાં ફાર્મસી ઑફિસરની પરીક્ષાનું પેપર લીક થયું છે. હવે પંજાબ અને દેશ જાણવા માંગે છે કે, તમે તમારું વચન ક્યારે પુરું કરશો.