Video of Chandrayaan-3: ફ્લાઈટમાંથી દેખાયુ ચંદ્રયાન-3; યાત્રીએ આ ઐતિહાસિક ક્ષણનો બનાવ્યો અદભૂત વીડિયો

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sat 15 Jul 2023 05:04 PM (IST)Updated: Sat 15 Jul 2023 05:53 PM (IST)
a-passenger-from-an-indigo-flight-made-a-stunning-video-of-the-flight-of-chandrayaan-3-which-is-going-viral-on-social-media-163286

Videos of Chandrayaan-3: આંધ્ર પ્રદેશના શ્રી હરિકોટાથી ચંદ્રયાન-3નું સફળતાપૂર્વક લોંચ કરવામાં આવ્યું છે. 14મી જુલાઈનો દિવસ સમગ્ર દેશ માટે એક ઐતિહાસિક દિવસ રહ્યો.

આ ખાસ ક્ષણનો આકાશની ઊંચાઈથી ચંદ્રયાનનો વીડિયો કેપ્ચર કરવામાં આવ્યો છે. જ્યારે 14મી જુલાઈએ બપોરે 2.35 વાગે ચંદ્રયાન-3 લોંચ કરવામાં આવ્યું તે સમયે ચેન્નઈથી ઢાકા જઈ રહેલી ઈન્ડિગોની એક ફ્લાઈટમાંથી એક યાત્રીએ વિમાનની બારીમાંથી ચંદ્રયાન-3 મિશનનો એક ખાસ અને અદભૂત વીડિયો શૂટ કર્યો હતો.

ફ્લાઈટના પાયલોટે ચંદ્રયાન અંગે માહિતી આપી

ચેન્નાઈથી ઢાકા જઈ રહેલી આ ઈન્ડિગોની ફ્લાઈટના પાયલટે ઐતિહાસિક ઘટના અંગે ફ્લાઈટમાં જાહેરાત કરી હતી અને યાત્રીઓને આકાશમાં યાત્રા કરી રહેલા ચંદ્રયાન-3ના રોકેટ અંગે માહિતી આપી તથા યાત્રીઓને વિમાનની બારીની બહાર જોવા માટે કહ્યું. સંયોગથી જમીનથી ચંદ્રયાન-3ના ઉડ્ડાનને એક યાત્રીએ વીડિયો બનાવ્યો હતો.

ISROના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે રૉકેટથી અલગ થયા બાદ પ્રપોલ્શન મોડ્યુલ ચંદ્રમાની કક્ષા તરફ આગળ વધવા સાથે પૃથ્વીથી 170 કિમી નજીક અને 36,500 કિમી અંતર સાથે એક એલિપ્ટિકલ સાયકલ માટે 5-6 વખત પૃથ્વીની પરીક્રમા કરશે. ધ ચેન્નાઈ સ્કાઈ નામના ટ્વિટર હેન્ડલથી આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય કેટલાક યુઝર્સે પણ આ ઐતિહાસિક વીડિયોને ટ્વિટ કર્યો છે.