Maharashtra: મહારાષ્ટ્રમા થાણેમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ડોંબિવલીમાં એક પ્રેમીએ બ્રેકઅપ થતા પ્રેમિકાના ઘરને આગ ચાંપી દીધી હતી. જ્યારે ઘરમાં આગ લગાવવામાં આવી ત્યારે યુવતી અને તેના માતા પિતા ઘરમાં જ હતા. જોકે, સમય રહેતા તેઓ ઘરની બહાર નિકળી ગયા હતા જેથી તેમનો જીવ બચી ગયો હતો. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે આરોપી દીપેશ રુસ્તોગીની ધરપકડ કરી લીધી છે.
પેટ્રોલ છાંટીને પ્રેમિકાના ઘરને આગ લગાવી દીધી
આ અંગે વિગતે વાત કરીએ તો યુવતી અને યુવક વચ્ચે 7 વર્ષથી પ્રેમ સંબંધ હતો. ડોંબીવલીના એક પોશ વિસ્તારમાં રહેતી યુવતીએ કોઈ કારણસર પોતાના પ્રેમી દીપેશ સાથે બ્રેક અપ કરી લીધુ હતું. આ વાતને લઈને પ્રેમી દીપેશ ઘણા સમયથી ગુસ્સામાં હતો. જોકે ગુસ્સાની આગમાં યુવક આ હદે જશે તેની કોઈની કલ્પના કરી નહોતી. આજે યુવક પોતાની પૂર્વ પ્રેમિકાના ઘરે પહોંચ્યો અને પેટ્રોલ છાંટી ઘરને આગ લગાવી દીધી. જોકે, સમયસુકતાના કારણે પરિવારનો જીવ બચી ગયો પરંતુ આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં અરેરાચી મચી ગઈ.
પોલીસે શું કહ્યું?
આગની આ ઘટના બાદ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાની ગંભીરતાને જોતા આરોપીને તાત્કાલિક ઝડપી લીધો હતો. ત્યાર બાદ પોલીસે કહ્યું કે, આરોપી યુવક અને યુવતી વચ્ચે છેલ્લા 7 થી 8 વર્ષથી પ્રેમ સંબંધ હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી બન્ને વચ્ચે ઝઘડા શરુ થઈ ગયા હતા. જેથી યુવતીએ આ સંબંધ પર પૂર્ણવિરામ મુકવાનો નિર્ણય કર્યો હતો. આ અંગે તેણે દિપેશને પણ સ્ષષ્ટ કહી દીધુ હતુ તે આ સંબંધને આગળ વધારવા માગતી નથી. પરંતુ દિપેશના પ્રેમિકાનો આ ફેંસલો માન્ય નહોતો અને આ વાત લઈને તે ખુબ ગુસ્સે થયો હતો. ત્યાર બાદ યુવકે પ્રેમિકાના ઘરને આગ લગાવી દીધી.
શું તેનો આશય પુરા પરિવારને ખતમ કરવાનો હતો?
પોલીસે વધુમાં જણાવ્યું કે, આ કેસની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આરોપી દિપેશ શું ફક્ત ઘરને નુકસાન પહોંચડવા માંગતો હતો કે તેનો આશય પુરા પરિવારને ખતમ કરવાનો હતો. આ તમામ એંગલને લઈને પોલીસ હાલમાં તપાસ કરી રહી છે.
