Faridabad: ચિપ્સ-ચાઉમીન ખાધા બાદ 8 વર્ષના બાળકનું મોત, મોટો ભાઈ ICU માં દાખલ

ફરીદાબાદમાં ચાઉમીન ખાધા બાદ 8 વર્ષના રાઘવનું મોત થયું છે, જ્યારે તેનો 10 વર્ષનો ભાઈ કૃણાલ ગંભીર હાલતમાં ICUમાં દાખલ છે. પોલીસે આ ઘટનાને ફૂડ પોઈઝનિંગનો કેસ ગણાવી પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.

By: Nilesh JethvaEdited By:Nilesh JethvaPublish Date: Wed, 25 Nov 2026 11:26 AM (IST)Updated: Wed, 25 Nov 2026 11:26 AM (IST)
8-year-old-child-dies-in-faridabad-after-eating-chowmein-elder-brother-admitted-to-icu

Faridabad: ચાઉમીન (Chowmein) તેના ચટપટા સ્વાદ માટે જાણીતું છે. ચાઉમીન નૂડલ્સથી બનાવમાં આવતું લોકપ્રીય ચાઈનીઝ સ્ટ્રીટ ફૂડ છે જે તમામ લોકોને ખુબ પ્રીય છે. પરંતુ આ ચાઉમીને એક બાળકને જીવ લીધો છે. અમે વાત કરી રહ્યા છીએ ફરીદાબાદમાં બનેલી એક ઘટનાની. જ્યાં ચાઉમીન ખાધા બાદ બે સગા ભાઈઓની હાલત ખરાબ થઈ ગઈ. બન્નેને અચાનક ઉલટી થવા લાગી, જે બાદ સૌ કોઈ ગભરાઈ ગયા અને બન્ને બાળકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા.

નાના ભાઈનું મોતનું મોત, મોટા ભાઈની હાલત ગંભીર

જોકે, નાના ભાઈ રાઘવનું સારવાર દરમિયાન મોત નિપજ્યું. મૃતક રાઘવની ઉંમર 8 વર્ષની હતી જ્યારે 10 વર્ષના તેના મોટા ભાઈ કૃણાલને આઈસીયુમાં રાખવામાં આવ્યો છે. ડોક્ટરોએ કૃણાલની હાલત સ્થિર હોવાની માહિતી આપી છે.

શું કહ્યું પરિવારના લોકોએ?

રાહુલ અને કૃણાલનો પરિવાર ફરીદાબાદની નેહરુ કોલોનીમાં રહે છે. આ ઘટના 21 નવેમ્બરના રોજ બની હતી. તેમના પરિવારે કહ્યું કે, બન્ને ભાઈઓ જેવા સ્કુલેથી આવ્યા કે તેમણે ખાવાનું માગ્યું, તેમના માતા ભાત બનાવી રહ્યા હતા. જેના કારણે થોડીવાર લાગે તેમ હતી. એવામાં બન્ને બાળકો પૈસા લઈને બજારમાં નાસ્તો કરવા જતા રહ્યા. જ્યાં તેમણે પેહલા ચિપ્સ ખાધી અને પછી ચાઉમિન ખાધુ.

રાઘવને ચક્કર આવવા લાગ્યા અને ઉલટી થવા લાગી

પરિવારે જણાવ્યું કે, ઘરે આવ્યા બાદ રાઘવને ચક્કર આવવા લાગ્યા અને ઉલટી થવા લાગી, ત્યાર બાદ તેના મોટા ભાઈની પણ તબિયત લથડી અને તેને પણ ઉલટી થવા લાગી. ત્યાર બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા. જ્યાં સારવાર દરમિયાન રાઘવનુ મોત નિપજ્યું અને કૃણાલની સારવાર ચાલી રહી છે.

પોલીસે શું કહ્યું ?

આ ઘટના અંગે પોલીસે જણાવ્યું કે, નેહરુ કોલોનીમાં રહેતા શમશેર મિકેનિકનું કામ કરે છે. તેમના બાળકો સાંજે ઘરે આવ્યા બાદ ઘરે જમવાનું તૈયાર ન હોવાથી બહાર ચાઉમીન ખાવા ગયા હતા ત્યાર બાદ તેમની તબિયત લથડી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે પ્રથમ દ્રષ્ટીએ આ કેસ ફૂડ પોઈઝનિંગનો લાગી રહ્યો છે. પરંતુ ઘટનાની સાચી હકિકત પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે. હાલમાં રાઘવના પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.