Road Accident:ઝારખંડમાં ભીષણ માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત, ઓટો પર કન્ટેનર પલ્ટી ખાઈ જતા સર્જાઈ ગોઝારી ઘટના

ઝારખંડના લાતેહાર જિલ્લામાં શનિવારે સાંજે એક ભીષણ માર્ગ અકસ્માત થયો, જેમાં કન્ટેનર ઓટો પર પલટી જતાં 6 લોકોના મોત થયા અને અનેક ઈજાગ્રસ્ત થયા. પોલીસ અને સ્થાનિકોએ બચાવ કાર્ય હાથ ધર્યું, ક્રેનની મદદથી દબાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 15 Aug 2026 08:14 PM (IST)Updated: Sat, 15 Aug 2026 08:14 PM (IST)
6-people-died-in-a-serious-road-accident-in-jharkhand-a-horrific-incident-occurred-when-a-container-overturned-on-an-auto

Road Accident:ઝારખંડમાં એક ભીષણ અકસ્માતની ઘટના સર્જાઈ છે. લાતેહાર જિલ્લાના ડેઢટંગવા ઘાટીમાં શનિવારે સાંજે અકસ્માત સર્જાયો હતો. લોહરદગા-ચંદવા ધોરીમાર્ગ પર એક કન્ટેનર અનિયંત્રિત થઈ એક ઓટોની ઉપર પલટી ગયું હતું. કન્ટેનર નીટે ઓટો એવી રીતે દબાઈ ગયું કે તેમાં ઓછામાં ઓછા 6 લોકોના મોત થયા હતા. અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.


પ્રત્યક્ષ સાક્ષીન મતે આ ઘટના એટલી ભયાનક હતી કે આજુબાજુમાં લોકોના હોશ ઉડી ગયા હતા. માર્ગ પર ભારે અફરા-તફરી સર્જાઈ હતી. ગ્રામીણ લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. માહિતી મળતા પોલીસ, એમ્બ્યુલન્સ અને વહિવટી તંત્ર ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા.


ઓટો સંપૂર્ણપણે નુકસાનગ્રસ્ત થઈ ગયું હતું અને કન્ટેનર નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા તે એક મોટો પડકાર હતો. ક્રેનની મદદથી કન્ટેનરને હટાવવામાં આવ્યું. ઘટના સ્થળના દ્રશ્ય વિચલિત કરે તેવા હતા.


આ ઘટનામાં બે બાળકોના પણ મોત થયા હતા. આ અહેવાલ લખાય છે ત્યા સુધી તેમની ઓળખ કરી શકાઈ નથી. બચાવ કાર્ય પૂરું થાય અને ઓટોની અંદર ફસાયેલા તમામ લોકોને બહાર કાઢ્યાં બાદ સ્થિતિ સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ શકશે.

આ ઘટના બાદ લોહરદગા-ચંદવા મુખ્ય માર્ગ પર વાહનોના ટ્રાફિક અવરોધાયો હતો. કન્ટેનર અને નુકસાનગ્રસ્ત ઓટો માર્ગની બાજુ કરવામાં આવ્યા હતા, જે આ ઘટના કેટલી ભયાનક હતી તે બાબતને દર્શાવે છે.

સ્થાનિક વહિવટીતંત્ર, અધિકારીઓ, સમાજસેવી તથા સ્થાનિક લોકોએ ઘટના સ્થળે પહોંચ્યા હતા. એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને ઝડપથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.