Telangana Assembly Election 2023 Date: તેલંગાણા રાજ્યમાં વિધાનસભા ચૂંટણીનું એલાન થઈ ગયું છે. ભારતના ચૂંટણી પંચે સોમવારે બપોરે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. તેલંગાણામાં 30 નવેમ્બરે રાજ્યભરમાં એક જ તબક્કામાં મતદાન થશે. તે જ સમયે, 3 ડિસેમ્બરે ચૂંટણી પરિણામો આવશે. ચૂંટણી પંચની જાહેરાત સાથે રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. તેલંગાણામાં કુલ સીટો 119 છે.
તેલંગાણા વિધાનસભા ચૂંટણી | તારીખ |
ગેઝેટ નોટિફિકેશન | 3 નવેમ્બર 2023 |
નામાંકન માટેની છેલ્લી તારીખ | 10 નવેમ્બર 2023 |
નામાંકન ચકાસણીની તારીખ | 13 નવેમ્બર 2023 |
નામાંકન પાછું લેવાની છેલ્લી તારીખ | 15 નવેમ્બર 2023 |
ડેટ ઓફ વોટિંગ (મતદાન કરવાની તારીખ) | 30 નવેમ્બર 2023 |
ડેટ ઓફ કાઉન્ટિંગ (મતગણતરી) | 3 ડિસેમ્બર 2023 |